________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય તું ગુણોથી ઉત્તમ છે, તું જ્ઞાનથી અને બુદ્ધિથી ઉત્તમ છે અમર!”
હવે મને મારા પરાક્રમથી ઉત્તમ બનવાની તક આપો પિતાજી, મેં મારા મનમાં નક્કી કરી નાંખ્યું છે વિદેશોમાં વ્યાપારાર્થે જવાનું.'
શેઠની આંખોમાં આંસુ ઊભરાયાં. અમરે પોતાની દૃષ્ટિ જમીન પર જડી દીધી હતી. શેઠ ગદ્ગદ્ સ્વરે બોલ્યા:
બેટા, તારા વિના હું નહીં જીવી શકું.. તારો વિરહ મારાથી સહન નહીં થાય... તને વિશેષ શું કહ્યું?'
હું સમજું છું પિતાજી, આપનો મારા પર અવિહડ સ્નેહ છે... મેં ઘણા વિચારો પણ કર્યા... છેવટે આપનાં ચરણોમાં પડી... આપની અનુમતિ મેળવીને... જવાનો નિર્ણય કર્યો છે... આપના હૃદયને ભારે દુઃખ થશે... છતાં મારો એટલો અપરાધ આપ માફ કરજો.'
ધનાવહ શેઠ વિચારમાં પડી ગયા. પુત્ર વિનાની હવેલી કેવી સૂમસામ લાગશે... તેની કલ્પના તેમને ધ્રુજાવી ગઈ.
અમર, હજુ તું પુનર્વિચાર કર...'
આપ અનુમતિ નહીં આપો તો નહીં જાઉં.. પરંતુ મને હવે આ હવેલીમાં રહેવું નહીં ગમે. ભોજન કરવું નહીં ગમે... મારું મન અકળાયા કરશે..”
શેઠને લાગ્યું કે, અમરનો વિદેશયાત્રાનો નિર્ણય પાકો છે, ત્યારે તેમણે બીજી વાત કરી:
જો તું તારી માતાની અનુમતિ લઈશ તો મારી અનુમતિ મળી જશે, બસ?'
મારી માતાના ખોળામાં માથું મૂકીને મનાવીશ પિતાજી! એ મને દુઃખી નહીં કરે... હા, મારે એને દુ:ખી કરવી પડશે... પણ થોડાક જ વર્ષ માટે... બે-પાંચ વર્ષમાં તો પાછો આવી જઈશ. ”
અને મારી પુત્રવધૂ માની જશે?'
એણે તો મારી સાથે આવવાની જીદ લીધી છે... મારી માતા એને મનાવે ને એ અહીં રહી જાય તો સારું...”
શેઠ અમરની આંખોને વાંચતા હતા.
0
0
0
For Private And Personal Use Only