________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫
પ્રીત કિયે દુઃખ હોય
બંને નિદ્રાધીન થયાં અમરકુમારનો વિચાર-વંટોળ શમી ગયો હતો. સુરસુંદરીની વાતો તેને સાચી લાગી હતી.
પ્રભાતે ઊઠીને તેણે સંકલ્પ કર્યો. “આજે પહેલાં પિતાજીને વાત કરીશ... પછી માને વાત કરીશ.”
સવારે એ ધનાવહ શેઠને વાત ન કરી શક્યો. ‘બપોરે ભોજન સમયે વાત કરીશ... એટલે માતાને પણ વાત જાણવા મળી જશે. પરંતુ તે ભોજન સમયે પણ વાત ન ઉચ્ચારી શક્યો. પિતાના અને માતાના મુખ પર જે અપાર પ્રસન્નતા હતી. તે જોઈને એ ધ્રૂજી ગયો. “મારી વાત સાંભળીને આ પ્રસન્નતાનાં પુષ્પો કરમાઈ જશે તો?' તેણે વિચાર્યું. “સાંજે પિતાજીના ખંડમાં જઈને વાત કરીશ.'
સાંજ પડી. ભોજનાદિથી નિવૃત્ત થઈ તે પિતાજીના ખંડમાં પહોંચ્યો. પિતાને પ્રણામ કરી તેમના પગ પાસે જમીન પર બેસી ગયો. વાતનો પ્રારંભ શેઠે જ કર્યો:
આજ કાલ તું વેપારમાં રસ લે છે અને તેં જે રીતે કામ સંભાળી લીધું છે, તેથી મને ઘણી રાહત થઈ છે બેટા!”
અમરકુમારને પોતાના મનની વાત કરવાની તક મળી ગઈ. તેણે તકને ઝડપી લીધી.
પિતાજી, મેં સિંહલદ્વીપના વ્યાપારીઓ સાથે ઘણી મહત્ત્વની વ્યાપારવિષયક વાતો કરી હતી.'
“હું જાણું છું. એ વેપારીઓ તારી બુદ્ધિની પ્રસંશા કરતા હતા.'
“પિતાજી, મારા મનમાં એક વિચાર ઘણા સમયથી ઘૂમરાયા કરે છે. આપ આજ્ઞા આપો તો હું કહું.' “કહે, જરૂર કહે બેટા.” મારી ઇચ્છા સિંહલદ્વીપ વગેરે વિદેશોમાં જવાની છે.” તારે શા માટે જવું પડે ?' ‘હું સ્વપુરુષાર્થથી મારા ભાગ્યને અજમાવવા ઇચ્છું છું. હું સ્વબળથી ધનોપાર્જન કરવા ચાહું છું.”
બેટા, આ બધી સંપત્તિ, આ બધો વૈભવ તારો જ છે. તારે તારા જીવનમાં કમાવાની જરૂર જ નથી. જે છે તે સાચવી લેવાનું છે.”
પિતાજી, જે છે તે આપે ઉપાર્જિત કરેલું છે. ઉત્તમ પુત્ર બાપકમાઈ ઉપર ન જીવે... આપનો હું પુત્ર છું... આપ મને ઉત્તમ જોવા નથી ઇચ્છતા શું?'
For Private And Personal Use Only