________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪.
પ્રીત કિયે દુઃખ હોય મારી ચિંતા આપને નહીં કરવા દઉં... આપની ચિંતા હું કરીશ... આપ મારા તરફથી નિશ્ચિત રહેશો.'
“નિશ્ચિત રહેવાય જ નહીં. તું સાથે હોય એટલે મારું મન તારામાં જ રમ્યા કરે... વેપાર કરવાનું તો સૂઝે જ નહીં.'
“જુઓ, મારી એક વાત સાંભળો. આપણને પંડિતજીએ એક દિવસ નીતિશાસ્ત્રની ઘણી વાતો કરી હતી. યાદ છે? એમણે કહ્યું હતું કે મનુષ્ય છ વાતો સૂની ન મૂકવી જોઈએ.”
પત્નીને એકલી ન મૂકવી, રાજ્યને સૂનું ન મૂકવું, રાજસિંહાસનને સૂનું ન રાખવું, ભોજનને સૂનું ન મૂકવું અને સંપત્તિને સૂની ન રાખવી! આવે છે પંડિતજીની આ વાતો યાદ?”
પણ હું તને ક્યાં એકલી મૂકીને જવાની વાત કરું છું? અહીં તું એકલી ક્યાં છે? માતા છે, પિતાજી છે! અહીં મન ન માને તો રાજમહેલ ક્યાં દૂર છે? ત્યાં પિતૃગૃહે જઈને રહી શકે.”
મારા સ્વામી, પતિ વિનાની નારી સૂની જ કહેવાય... ભરયૌવનમાં આમ પત્નીને ત્યજીને ન જવાય. હું તો આપની સાથે જ આવીશ.”
તને કષ્ટ પડશે.'
કષ્ટને કષ્ટ નહીં માનું! આપની માત્ર પત્ની જ નહીં. આપની દાસી પણ બનીશ, આપની મિત્ર પણ બનીશ... અને અવસરે મા પણ બનીશ!”
અમરકુમાર હસી પડ્યો.... આકાશમાં ચન્દ્ર પણ હસતો હતો. તો તો મારે તને સાથે લઈ જવાની!' પરંતુ, શું આપનાં માતાજી અનુમતિ આપશે?” હું મેળવીશ...” “પિતાજી?” હું મનાવીશ!' મને તો ન મનાવી શક્યા!” “કારણ કે તને હું નારાજ નથી કરી શકતો....' પણ મારા આવવાથી આપ નારાજ નહીં થાઓને?'
ના!”
તો હવે સૂઈ જવું જોઈએ.'
For Private And Personal Use Only