________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે
દુઃખ
હોય
૬૩
‘જો તમારા હૈયે દુઃખ હશે તો મને દુઃખ થશે! તમારા હૈયે દુઃખ નહીં હોય
તો મને દુઃખ નહીં થાય...’
‘હૈયે દુ:ખ નથી, ચિંતા તો ખરી! હા, તું એ ચિંતામાંથી મને મુક્ત કરી શકે... જો માની જાય તો!’
‘આપની કઈ વાત મેં નથી માની?'
‘તો કહી દઉં?’
‘હા.. જી!’
‘દેવી, મને છેલ્લા કેટલાક મહિનાથી વિદેશયાત્રા કરવાના વિચાર આવે છે.' ‘શા માટે વિદેશયાત્રા?’
‘સ્વ-પુરુષાર્થમાંથી મારે સંપત્તિ કમાવવી છે’
‘સંપત્તિની અહીં ક્યાં ખોટ છે? આટલી વિપુલ સંપત્તિ તો આપણી પાસે છે...’ ‘એ સંપત્તિ પિતાજીની છે...'
‘એમના વારસદાર તો આપ જ છો ને?’
‘હું બાપકમાઈ પર જીવવાનું પસંદ નથી કરતો. મારું પરાક્રમ... મારું સત્ત્વ સ્વ-કમાઈ કરવામાં રહેલું છે.’
તો સ્વદેશમાં રહીને વ્યાપાર ન કરી શકો?’
‘કરી શકાય, પરંતુ વિદેશ જોવાની પ્રબળ ઇચ્છા છે...વળી સિંહલદ્વીપમાં તો ખૂબ સારો વ્યાપાર કરી શકાય, અઢળક સંપત્તિ કમાઈ શકાય એમ છે.’
‘તો શું આપે પિતાજીને વાત કરી?’
‘ના કોઈને વાત નથી કરી... માટે તો નિદ્રા વેરણ બની છે... આજે પહેલવહેલી તને જ વાત કરી છે...'
‘બસ, તો હવે ઊંઘ આવી જશે. સૂઈ જઈએ?’
ના, હું વિદેશયાત્રાએ જાઉં તો તું રાજીને? તું સહર્ષ અનુમતિ આપે છે ને? ‘એટલે શું આપ મને અહીં મૂકીને જવા ધારો છો?’
‘હા...'
‘ના, હું તો આપની સાથે જ આવીશ! જ્યાં વૃક્ષ ત્યાં એની છાયા. હું તો આપની છાયા બનીને જીવી રહી છું.'
‘વિદેશયાત્રા ઘણી કષ્ટભરી હોય છે... ખૂબ પ્રતિકૂળતાઓ આવે. ત્યાં તને જરાય ન ફાવે... અને મારા માથે તારી ચિંતા...’
For Private And Personal Use Only