________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
પ્રીત કિયે દુઃખ હોય શકીશ? સાથે સાથે માતાનો વિચાર પણ કરી લે.. એ તારા વિરહમાં અને તું માતાના વિરહમાં વ્યાકુળ તો નહીં થઈ જાઓ ને?'
“મન વ્યાકુળ તો થશે... પણ હું મનને મનાવી લઈશ. એમ તો પિતાજીનો કેટલો બધો સ્નેહ છે મારા પર? હું એમને વિદેશ જવાની વાત કરીશ... ને તેમને આઘાત લાગશે... પરંતુ મારે તેમને સમજાવવા પડશે...”
‘પણ તેઓ નહીં માને તો? તો હું ખાવાપીવાનું છોડી દઈશ... હું હવે ચંપામાં નહીં રહી શકું... મારું મન ઊઠી ગયું છે... મને દરિયો પોકારે છે... મને સિંહલદ્વીપ બોલાવે છે...'
અમર...! તું પુખ્ત વિચાર કરજે. ચારે બાજુનો વિચાર કરજે. તારો ઉપહાસ ન થાય પ્રજામાં, એનો વિચાર કરજે... હા, તારી વિદેશગમનની વાત રાજા-રાણી જાણશે તો તેઓ પણ તને વિદેશ નહીં જવા માટે આગ્રહ કરશે... તું લજ્જાથી... અનુનયથી.. તારો સંકલ્પ બદલી તો નહીં નાંખે ને?'
ના, જરાય નહીં. મારો નિર્ણય અફર રહેશે.. મેરુશ્વત નિશ્ચલ રહેશે. હું જઈશ.” અવશ્ય જઈશ.. મને કોઈ નહીં રોકી શકે.”
તે પલંગમાંથી ઊભો થઈ ગયો. રજતના પ્યાલાને એની ઠોકર વાગી... પ્યાલો પડી ગયો.. અવાજ થયો, સુરસુંદરી જાગી ગઈ. “અરે, હજુ આપ જાણો છો? કેમ ઊભા થયા?' સુરસુંદરી બેઠી થઈ ગઈ.
ના, અમસ્તો જ ઊભો થયો. ઝરૂખામાં જઈને નિરભ્ર આકાશમાંથી વરસતી ચાંદનીનું અમૃત પીવાની ઇચ્છા થઈ...'
ચાલો, હું પણ આવું!” સુરસુંદરી પણ અમરકુમારની સાથે ઝરૂખામાં પહોંચી. બંનેએ આકાશ સામે જોયું. પછી એકબીજા સામે જોયું.
આપ ઉદ્વિગ્ન દેખાઓ છો... નહીંતર અત્યાર સુધી આપને નિદ્રા કેમ ન આવે? રાત્રિનો બીજો પ્રહર પૂરો થવાની તૈયારી છે! ઉગ નથી સુંદરી, વિચારોનો વંટોળ ઊપડ્યો છે...!” શાના વિચારો આવે છે નાથ? શું મને કહી શકાય એવા નથી?'
તારાથી કંઈ જ છુપું રાખવા જેવું મારા જીવનમાં નથી. તેને કહ્યા વિના તો ચાલે એમ જ નથી.” “તો પછી શાને વિલંબ કરો છો કહેવામાં?” કદાચ તને દુઃખ થાય...”
For Private And Personal Use Only