________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
માનવીના મનમાં ક્યારેક કામપુરુષાર્થ પ્રબળ બનતો હોય છે તો ક્યારેક અર્થપુરુષાર્થ! એવી પણ ક્ષણો આવી જતી હોય છે કે કામપુરુષાર્થ અને અર્થપુરુષાર્થનો સર્વથા ત્યાગ કરી મનુષ્ય ધર્મપુરુષાર્થમાં લીન થઈ જાય છે.
અમરકુમારના મનમાં અર્થપુરુષાર્થ પ્રબળ બનતો જતો હતો. અલબત્ત, એને વૈષયિક સુખો ગમતાં હતાં. સુરસુંદરી પ્રત્યે એના હૈયે રાગ હતો. છતાં એ રાગ કરતાં સ્વપુરુષાર્થથી ધનોપાર્જન કરવાનો રાગ પ્રબળ બન્યો હતો... થોડા દિવસ તો એના મનમાં વૈચારિક સંઘર્ષ પણ ચાલ્યો:
‘ઉત્તમ પુરુષ એ છે કે જે સ્વપુરુષાર્થથી સંપત્તિ મેળવે. પિતાની સંપત્તિ પર અમન-ચમન કરનાર પુત્ર તો નિકૃષ્ટ કહેવાય... હું પરદેશ જઈશ... મારા બુદ્ધિ-કૌશલથી સંપત્તિ પ્રાપ્ત કરીશ.'
“પરંતુ... સુરસુંદરી વિના... એનો મારા પર અવિહડ પ્રેમ છે.. એને પરદેશમાં સાથે તો લઈ જવાય નહીં. મારું પગબંધન થઈ જાય. હું મુક્ત રીતે વ્યાપાર ના કરી શકું... ના, હું એને મારી સાથે તો નહીં લઈ જાઉં... એના વિના...”
જો અમર, સ્વપુરુષાર્થથી તારે સંપત્તિ મેળવવા વિદેશોમાં જવું છે, દરિયા ડહોળવા છે. તો પત્નીનો રાગ ન જોઈશ.. મનને લીસું ન બનાવ. કઠોર થઈ જા...”
એનો ત્યાગ કરીને જઈશ... તો એના દિલ પર કેવી વીતશે? શું એના તરફ તારો વિશ્વાસઘાત નહીં થાય? એણે મારામાં વિશ્વાસ મૂકેલો છે.”
એવા વિચાર ન કર અમર, તું ક્યાં પરદેશમાં રહી જવાનો છે? તું થોડાંક વર્ષોમાં જ પાછો આવવાનો છે.. શું એક-બે વર્ષ એ તારી પ્રતીક્ષા નહીં કરી શકે?'
એ પ્રતીક્ષા તો કરી શકશે.. પણ અહીંથી ગયા પછી એની સ્મૃતિ મને સતાવશે તો? મારું મન બદલાઈ તો નહીં જાય? હું માર્ગમાંથી તો પાછો નહીં વળી જાઉં?”
હા, તારા મનને તપાસી લે... પ્રેમભરી પત્નીનો વિરહ શું સહન કરી
For Private And Personal Use Only