________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SO
પ્રીત કિયે દુઃખ હોય આવકાર આપ્યો. અતિથિગૃહમાં ઉતારો આપ્યો... અને તેમનો માલ મોં માગ્યા દામ આપીને ખરીદી લીધો... વેપારીઓ ખુશ થઈ ગયા... અને તેમણે ધનાવહ શેઠ પાસેથી બીજો લાખો રૂપિયાનો માલ ખરીદીને પોતાનાં વહાણો ભર્યા. અમરકુમારે એ વેપારીઓને પૂછ્યું : અહીંથી તમે જે માલ ખરીદીને વહાણો ભર્યા, તે માલ તમે ક્યાં લઈ જશો?' સિંહલદ્વીપમાં!”
ત્યાં આ માલની સારી કિંમત થશે?” દસ ગણી!” અમરકુમાર સ્તબ્ધ થઈ ગયો. વેપારીઓએ અમરકુમારને કહ્યું :
નાના શેઠ, પધારો અમારા દેશમાં.. અમને પણ તમારું આતિથ્ય કરવાનો અવસર આપો...'
વેપારીઓ ચાલ્યા ગયા, પરંતુ એમની વાતો અમરકુમારના મનમાં ઠસી ગઈ. દૂર દૂરના દેશોને જોવાની અને સ્વપરાક્રમથી વિપુલ સંપત્તિ કમાવવાની ઇચ્છા પ્રબળ થતી ગઈ. બાપકમાઈ તે બાપકમાઈ, બાપકમાઈ પર આવનારા પુત્રો પિતાની કીર્તિને વધારતા નથી. પિતાની કીર્તિ વધારે છે સ્વકમાઈ કરનારા પુત્રો! અને દુનિયામાં પણ એમની જ પ્રશંસા થાય છે.
હું સ્વકમાઈ કરીશ. સિંહલદ્વીપ જઈશ... પણ...' તેના મનમાં સુરસુંદરી આવી ગઈ.. માતા ધનવતી આવી ગઈ. “આ બધાંને મૂકીને હું કેવી રીતે જઈશ? એમના વિના શું હું જીવી શકીશ? મારા વિના માતા જીવી શકશે? સુરસુંદરી.... ના, ના. મારે નથી જવું પરદેશ. પિતાજી મને અનુમતિ પણ ન આપે.. માતા તો મારી પરદેશગમનની વાત સાંભળતાં જ ભાન ગુમાવી દે.. સુંદરીને તો કેવો વજનો ઘા વાગે...'
અમરકુમારનું મન અસ્વસ્થ બનવા લાગ્યું. છતાં પોતાની અસ્વસ્થતાને નથી પ્રકટ કરતો કે નથી કોઈને કળવા દેતો.
એક બાજુ સ્વકમાઈ કરવાની તમન્ના... વિદેશોને જોવાની પ્રબળ ઇચ્છા... બીજી બાજુ માતાની દઢ મમતા અને પત્નીનો અવિહડ રાગ... આ ખેંચતાણે એના મનને ચંચળ બનાવ્યું.. ઉદ્વિગ્ન બનાવ્યું. ચતુર સુરસુંદરીને ગંધ આવી ગઈ અમરકુમારના ઉદ્વેગની..
0 0 0
For Private And Personal Use Only