________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય 'જિનવચન છે ને! જિનવચન એટલે શ્રેષ્ઠ તત્ત્વજ્ઞાન...”
જીવનને અમૃતમય બનાવનારું તત્ત્વજ્ઞાન...!' રાત્રિનો પ્રથમ પ્રહર પૂરો થયો. હવા વધુ શીતલ થઈ. ઝરૂખામાંથી ઊઠીને દંપતીએ શયનખંડમાં પ્રવેશ કર્યો. દીપકો ઝાંખા થઈ ગયા હતા.
૦ ૦ ૦ અમરકુમાર અને સુરસુંદરી – બંનેને લગભગ સમાન શિક્ષણ મળેલું હતું. વ્યાવહારિક અને ધાર્મિક - બંને પ્રકારનું શિક્ષણ મળેલું હતું. એક સમાન વાતાવરણમાં બંને ઊછરેલાં હતાં. સંસ્કારો પણ એક સરખા મળેલા હતા. એટલે બંનેના વિચારોમાં સામ્ય હતું. બંનેના આદર્શોમાં વિરોધ ન હતો. બંનેની જીવનપદ્ધતિમાં સમાનતા હતી.
એટલે લગ્નજીવનના પ્રારંભિક દિવસોમાં પણ તેમનો પ્રેમાલાપ તત્ત્વજ્ઞાનના રંગે રંગાઈ જતો. તેમની ઊર્મિઓ. આવેગો કિનારાનું ઉલ્લંઘન નહોતાં કરતાં. સ્થળ અને કાળની સભાનતા રહેતી હતી.
અધ્યયન પૂર્ણ થયા પછી અમરકુમાર પોતાની પેઢી પર બેસતો હતો. અલબત્ત, એ પોતે કોઈ ધંધો કરતો ન હતો... પરંતુ મુનિમોના કાર્યાકલાપને જોતો હતો. વ્યાપારની રીત-રસમોને જાણતો હતો. જુદા જુદા દેશોમાંથી આવતા વેપારીઓને મળતો હતો, એમની સાથે વાતો કરતો હતો... અને તે તે દેશો અંગે જાણકારી મેળવતો હતો.
એને કોઈ વ્યાપાર કરવાની આવશ્યકતા જ ન હતી. ધનાવહ શેઠ પાસે વિપુલ સંપત્તિ હતી અને સંતાનમાં એક જ અમરકુમાર હતો. સમગ્ર સ્થાવરજંગમ સંપત્તિનો એ જ વારસદાર હતો. છતાં અમરકુમારનું આંતરમન.... પેઢી પર બેસી શકતું ન હતું. તેનું મન તો દેશ-વિદેશમાં પરિભ્રમણ કરતું હતું.
એના હૃદયમાં સુરસુંદરી પ્રત્યે અગાધ રાગ હતો, છતાં એ ભોગવિલાસમાં ડૂળ્યો ન હતો... અર્થપુરુષાર્થ અને સ્વપરાક્રમ તરફ એનું આકર્ષણ હતું. યૌવનસુલભ આવેગો હતા, આકર્ષણ હતું. પરંતુ વેપારી પુત્રને હોવું જોઈએ તેવું તેનું વ્યાપારી માનસ પણ હતું!
સુરસુંદરી સાથેનો તેનો સંસાર સુખપૂર્ણ છે, આનંદપૂર્ણ છે. એક વર્ષ વીત્યું. બીજું વર્ષ વીત્યું...
એક દિવસ ધનાવહ શેઠની પેઢી પર સિંહલદ્વીપના શાહ સોદાગરો આવી પહોંચ્યા. લાખો રૂપિયાનો માલ લઈને આવ્યા હતા. ધનાવહ શેઠે તેમને
For Private And Personal Use Only