________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
પ્રીત કિયે દુઃખ હોય પર્યાય બદલાય છે.... ને કાંટાવાળું બાવળનું વૃક્ષ બની જાય છે ત્યારે એ ભોળું હૃદય ચીસ પાડી ઊઠે છે... કરુણ આક્રંદ કરે છે. માનવીની આ નબળાઈ આજની નથી. આ સંસાર જેટલી જૂની છે.
અર્ધચન્દ્રની ચાંદનીએ હવેલીની આસપાસનાં વૃક્ષપર્ણો પર પથરાઈને ગીત ગાવાનો આરંભ કર્યો હતો... અમરકુમાર સુરસુંદરીને હવેલીના એ ઝરૂખામાં લઈ ગયો કે જ્યાંથી ચાંદનીનું અમૃતપાન કરી શકાય, જ્યાં બેસીને ઉપવનમાંથી આવતા માદક રેશમી પવનને સ્પર્શી શકાય.
બંનેની ઊછળતી.. ધમસમતી લાગણીઓ મૌનની ભીંતે અથડાતી હતી. બંનેની દૃષ્ટિ ચંદ્ર... વૃક્ષ અને નગરના દીપકો તરફ ફરતી હતી. ત્યાં અમરના મુખમાંથી શબ્દ ઝર્યો.
સર્વત્ર સુખ જ સુખ પથરાયું છે નહીં!” સખીને સર્વત્ર સુખ દેખાય છે... પૂર્ણને જેમ વિશ્વ પૂર્ણ દેખાય છે તેમાં સર્વત્ર સુખ છે માટે સુખીને દેખાય છે ને?” “ના, સુખીને દુઃખ દેખાતું નથી માટે સર્વત્ર સુખ દેખાય છે.” શા માટે દુઃખ જોવું? દુ:ખ જોવાથી દુઃખી થાય છે માનવી...” બીજાના દુઃખે દુઃખી થવાનું સુખ પણ માણવા જેવું છે!” હમણાં તો એક-બીજાના સુખે સુખી થઈએ?' માટે તો આપણે લગ્ન કર્યા...” સુખોને માણવા!” સુખોને માણવા માટે દુઃખોનો સ્વીકાર કરવાની તૈયારી તો રાખવી પડે!' કારણ? કારણ કે સુખ પછી દુઃખ આવે છે...' આવે ત્યારે જોઈ લેવાનું...” “પહેલેથી એને સ્વીકારી લેવાની તૈયારી રાખી હોય તો... જ્યારે દુઃખ આવે ત્યારે દુઃખી ન થવાય!”
આ બધું સાધ્વીજી પાસે શીખી છે ને?' હા જી! જીવનનું તત્ત્વજ્ઞાન એમણે આપ્યું છે.' ખૂબ સારું તત્ત્વજ્ઞાન છે...”
For Private And Personal Use Only