________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭
પ્રીત કિયે દુઃખ હોય
પોતાના તરફ સુરસુંદરીને ટગર-ટગર જોતી જોઈને ધનવતી શરમાઈ ગઈ.. સુંદરીને પોતાના ખોળામાંથી અળગી કરતાં બોલી : ‘બેટી, દેતધાવન કરી લે, પછી આપણે સાથે જ દુગ્ધપાન કરીશું...'
સુરસુંદરીએ દંતધાવન કર્યું. અને ઘનવતી સાથે દુષ્પમાન કર્યું. ધનવતીએ દુગ્ધપાન કરતાં કહ્યું:
બેટી, તું રોજ પરમાત્મપૂજન કરે છે ને?”
હા, મા!” સુરસુંદરીના મુખમાંથી સ્વાભાવિક જ મા' શબ્દ નીકળી ગયો... ધનવતી આ સંબોધન સાંભળીને હર્ષથી ગદ્ગદ્ થઈ ગઈ...
બેટી, તું મને હમેશાં “મા” કહીને જ બોલાવજે. મારો અમર પણ મને આ જ રીતે બોલાવે છે...' સુરસુંદરી તો આ સ્નેહમૂર્તિના સાંનિધ્યમાં મૌન જ થઈ ગઈ... એને બોલવાના શબ્દો ન જડ્યા..
હા, હું એમ કહેતી હતી કે આપણે બંને સાથે જ પરમાત્મપૂજન કરવા જઈશું... તને ગમશે ને?”
ખૂબ ગમશે મા, મને તો તું જ ગમી ગઈ છે. એક ક્ષણ પણ દૂર ન જાઉં!” આપણે સ્નાનાદિથી પરવારીએ.” સાસુ અને પુત્રવધૂ!
જાણે મા અને દીકરી! સ્નેહનો સેતુ બંધાઈ ગયો. પોતાના સુખનો વિચાર જ નહીં... મા દીકરીના સુખનો વિચાર કરે છે. દીકરી માતાના સુખને વધારવા ઇચ્છે છે. પ્રેમ એ જ બંનેનું સુખ!
પૂજન... ભોજન.. સ્નેહી-મિલન... આદિમાં જ દિવસ પૂરો થઈ ગયો... જ્યારે સૂર્ય પૂર્વમાંથી પશ્ચિમમાં ગયો... અને ક્ષિતિજમાં ડૂબી ગયો... કંઈ સમજાયું જ નહીં.
દિપકોની રોશનીથી હવેલી ઝગમગી ઊઠી. એક-એક ખંડમાં રત્નદીપકો પ્રગટી ઊઠ્યા. ધનવતીએ સુંદરીને એના શયનખંડમાં મોકલી... ચાલી જતી સુરસુંદરી પાછળ ધનવતી સ્વગત બોલી ઊઠી : “ખરેખર, મારું જીવન કલ્પવૃક્ષ બની ગયું છે!'
આ જ સરળ અને ભોળા હૃદયની ગંભીર ભૂલ થતી હોય છે! એ સુખને જીવનનો પર્યાય માની બેસે છે... જ્યારે એને કોઈ તનમનનું એકાદ મનગમતું સુખ મળી જાય છે... એ જીવનને કલ્પવૃક્ષ માની લે છે! જ્યારે કલ્પવૃક્ષનો
For Private And Personal Use Only