________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પક
પ્રીત કિયે દુઃખ હોય પરંતુ, ભલેને શરીર સાથેનું તાદામ્ય તૂટી જાય... આત્મદ્રવ્ય સાથેનું તાદાભ્ય રહેવાનું ને?”
એટલે શું આજે આપણે “દ્રવ્ય-પર્યાય' ની ચર્ચા કરવાની છે?' “ના, ચર્ચા નથી કરવી.. હૃદયના ભાવોની અભિવ્યક્તિ કરવી છે... સ્નેહ અને સમર્પણના અગાધ દરિયામાં ડૂબકીઓ મારવી છે?..”
બે દિલના દરિયામાં ભરતી આવી હતી. મનના તરંગો આગળ દરિયાના તરંગો તો કોઈ વિસાતમાં નથી હોતા... છતાં આ તોફાની દરિયાના તરંગો ન હતા. ઊછળતો દરિયો પણ મર્યાદામાં હતો! એને દેશ અને કાળનું ભાન હતું. એટલે સુરસુંદરીએ કહ્યું:
જુઓ, પૂર્વ દિશામાં... સૂર્ય કેટલો ઊંચે ચઢી ગયો છે? મને લાગે છે કે બે ઘડી વીતી ગઈ હશે, ચાર્લા, હવે હું મા પાસે પહોંચી જાઉં...” સુરસુંદરી ઊભી થઈ. અમરકુમાર ઊભો થયો.
બંનેને ચાર પ્રહર માટે જુદાં પડવાનું હતું... માત્ર ચાર પ્રહર.... છતાં જાણે ચાર યુગનો વિરહ પડવાનો ન હોય... તેવી વ્યથા અમરકુમારના મુખ પર અંકિત થઈ ગઈ.. સુરસુંદરીએ વ્યથાને અભિવ્યક્ત ન થવા દીધી...
આખર એ સ્ત્રી હતી ને! વ્યથા વેદનાને હૃદયમાં છુપાવીને બહાર ખુશી... આનંદ... પ્રસન્નતા બતાવતાં એને આવડતું હતું... એ દંભ ન હતો... એ જીવન જીવવાની કળા હતી. જો સ્ત્રી પાસે આ કળા હોય તો એ પોતાના ઘરને ક્યારેય સ્મશાન ન બનવા દે... ભલે એના હૃદયના સ્મશાનમાં લાગણીઓ ભડકે બળતી હોય... એ બીજાના હૃદય પર તો પ્રેમ...કરુણા... વાત્સલ્યનાં વારિ જ સિંચવાની?
અમરકુમાર તરફ પ્રેમભીની દૃષ્ટિનો છંટકાવ કરતી સુરસુંદરી ધનવતી પાસે પહોંચી ગઈ. ધનવતીનાં ચરણે વંદન કર્યા.. ધનવતીએ એને પોતાના ઉત્સંગમાં જ લઈ લીધી...
સુરસુંદરીએ ધનવતીમાં રતિસુંદરીનાં દર્શન કર્યા. ધનવતીના હૃદયમાં ઘૂઘવતા સ્નેહ-સાગરનો ઘુઘવાટ સાંભળ્યો.. એની આંખોમાં વાત્સલ્યનું ઘનઘોર વાદળ જોયું. અજાણતાં જ સુરસુંદરી એકીટશે ધનવતીને જોઈ રહી.. એના બાહ્ય સૌન્દર્યને જતી રહી. એના આંતર વ્યક્તિત્વને જતી રહી. ‘આ રૂપ... સૌન્દર્ય... બધું જ અમરમાં ઊતર્યું છે..” એ મનોમન વિચારતી રહી.
For Private And Personal Use Only