________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
* છે.
પ્રભાતનો બાલસૂર્ય સુરસુંદરીના મુખ પર પ્રગટ્યો હતો. એની રતૂમડી આભામાં.. સુંદરીના. આંતરરૂપની અમરને પહેલવહેલી જ ઝાંખી થઈ.
સરગમના સાતેય સૂર વગાડતો હોય એવો ભીનો પવન હવેલીના ઝરૂખામાં ફૂંકાતો હતો અને ભૈરવના કરુણ છતાં મધુર સૂરમાં ચૂંટાયેલો સુરસુંદરીનો સ્વર શ્રી નવકાર મંત્રને અતિ મધુર બનાવતો હતો. અમર એ મધુરતાને મનભરીને માણી રહ્યો હતો.
સુરસુંદરીએ એકસો ને આઠ વાર શ્રી નવકાર મંત્રનું ગાન કર્યું.. અને ઈશાન ખૂણામાં નતમસ્તક બની, લલાટે અંજલિ જોડી પરમાત્માને ભાવવંદના
કરી.
ત્યાર પછી પાસે જ બેઠેલા અમરકુમારને સુરસુંદરીએ પ્રણામ કર્યા. “આ શું સુંદરી?'
મારા પ્રાણનાથના ચરણે આત્મસમર્પણ!' એ તો હૃદયનો ભાવ છે ને? એની અભિવ્યક્તિ શા માટે? પ્રેમને પુષ્ટ કરવા માટે! શું અભિવ્યક્તિ વિના પ્રેમ પુષ્ટ ન થાય?'
અભિવ્યક્તિથી એક પ્રકારની તૃપ્તિ થાય છે... હૃદયની લાગણીઓનો ધોધ જ્યારે પ્રવાહ બનીને રહે છે ત્યારે..' બીજાં હૈયાંઓને પણ લીલાંછમ કરી દે છે... એમ કહેવું છે ને?” આપ તો મારા મનની વાતો જાણવા લાગ્યા!' હૃદયોનું તાદાત્મ સધાય છે ત્યારે એવું સહજ બની જતું હોય છે...' એવું તાદામ્ય જો પરમાત્મ-તત્ત્વ સાથે થઈ જાય તો?” “તો તો...” ‘આ સંસાર સાથેનું તાદાભ્ય જ ન રહે! આપણું તાદાભ્ય પણ ન રહે. એમ કહો છો ને??
જો, તેં પણ મારા મનની વાત જાણી લીધી ને?”
For Private And Personal Use Only