________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
પ્રીત કિયે દુઃખ હોય હવેલીના દ્વારે જ્યારે શરણાઈના સૂર બંધ થયા. ત્યારે હવેલીના એ ભવ્ય ખંડમાં આંતર-સ્નેહની શરણાઈઓના સુર રેલાવા શરૂ થયા. ત્યાં માત્ર દૈહિક આકર્ષણ ન હતું. એકબીજાના ગુણિયલ વ્યક્તિત્વનું વિશેષ આકર્ષણ હતું.. છતાં સંકોચ હતો... મૌન હતું.. અમરે મૌનનો ભંગ કર્યો. “સુંદરી! અને સુંદરીએ અમરની સામે જોયું. ‘તારી શ્રદ્ધા ફળી, નહીં?'
ના, આપણી શ્રદ્ધા ફળી!' “ઇચ્છા હતી પણ આશા ન હતી!” કોઈ પૂર્વજન્મોનું પુણ્ય ઉદયમાં આવ્યું! ખૂબ પ્રસન્ન છો?' હા, પણ..” “પણ... શું સુંદરી?”
એ પ્રસન્નતા અખંડ રહે તો...” “અખંડ રહેશે તારી પ્રસન્નતા! નિશ્ચિત રહે!' ‘આપના સહવાસમાં નિશ્ચિત જ રહીશ નાથ!”
તારી પાસે શ્રદ્ધાનું બળ છે. જ્ઞાનનો પ્રકાશ છે.. શીલનાં અજવાળાં છે! તારા ચરણે તો દેવો નમે!” “એવું ન બોલો.. મારે મન આપ જ સર્વસ્વ છો!'
નવા જીવનના પ્રારંભનો એ સ્નેહાલાપ હતો. એ નેહાલાપમાં પણ શ્રદ્ધા, જ્ઞાન અને સમર્પણનું અમૃત ઘોળાયેલું હતું.
0
0
0
For Private And Personal Use Only