________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
પ્રીત કિયે દુઃખ હોય શ્રેષ્ઠી ધનાવહની ગગનચુંબી હવેલીમાં આનંદ હિલોળા લઈ રહ્યો હતો. નગરના અનેક શ્રેષ્ઠીઓ ધનાવહ શેઠને ધન્યવાદ આપવા આવી રહ્યા હતા. - અમરકુમારને અનેક મિત્રોએ ઘેરી લીધો હતો... બાલ્યકાળના સહપાઠી મિત્રો બાલ્યકાળની ઘટનાઓ યાદ કરી વાર્તા-વિનોદ કરી રહ્યા હતા. અમરકુમારના હૃદયમાં પારાવાર આનંદ ઘૂઘવી રહ્યો હતો.
જેની ઝંખના હતી પરંતુ આશા ન હતી. એવું મળી ગયું હતું. પછી આનંદ કેમ ન ઊછળે? આશાતીતની સહજ પ્રાપ્તિ.. પુરુષાર્થ વિના થયેલી પ્રાપ્તિ મનુષ્યને હર્ષથી ગદ્ગદ્ કરી દેતી હોય છે.
ભોજનનો સમય થઈ ગયો હતો. માતાએ અમરકુમારને ભોજન માટે બોલાવ્યો. પિતા-પુત્રને શેઠાણી ધનવતીએ પાસે બેસીને ભોજન કરાવતાં કહ્યું :
અરિહંત પરમાત્માની અને ગુરુજનોની અચિન્ય કૃપા વિના આવું ન બને! આપણા ઘરમાં રાજકુમારી પુત્રવધૂ બનીને આવે... એ શું સામાન્ય વાત
તમારી વાત સાચી છે. ચંપાનગરીના ઇતિહાસમાં આવી ઘટના આ પહેલી છે. કે રાજપરિવારની કન્યા વણિકકુળમાં પુત્રવધૂ થઈને આવે! મહારાજાએ મને મહેલમાં બોલાવીને જ્યારે આ વાત કરી ત્યારે હું તો સ્તબ્ધ જ થઈ ગયો હતો!'
ખરેખર, સુરસુંદરી તો સુરસુંદરી જ છે. આખી ચંપામાં એવી બીજી કન્યા જોવા નથી મળતી...”
ચંપામાં જ નહીં. ચંપાના રાજ્યમાં એવી કન્યા નથી – એમ જાણકારો કહે
શેઠ-શેઠાણી હૈયાના ઉમળકાથી વાતો કરે છે. અમરકુમાર મૌન છે.. ભોજન કરે છે... પણ મન સુરસુંદરીના વિચારોમાં મદઘેલું બનેલું છે. જલદી જમી લઈને તે પોતાના ખંડમાં પહોંચી ગયો. સુરસુંદરીની કલ્પના-મૂર્તિ એની સમક્ષ પ્રગટ થઈ.. અમર એની સાથે વાતો કરવા લાગ્યોપોતાના ભાગ્યને અભિનંદવા લાગ્યો. ભાવિ જીવનની સુખદ કલ્પનાની-ઇમારતો રચવા લાગ્યો...
શ્રેષ્ઠી ધનાવહે શ્રેષ્ઠ લગ્નોત્સવ ઊજવવાની યોજનાઓ ઘડી કાઢી. એકના એક પુત્રનો લગ્નોત્સવ ખૂબ ભવ્યતાથી ઊજવવાનો મનોરથ પ્રેમાળ અને ઉદાર પિતાના હૈયે પ્રગટે તે સ્વાભાવિક હતું. તેમાંય આ તો રાજાના વેવાઈ બન્યા હતા! પાસે અઢળક સંપત્તિ હતી.. પછી કસર શા માટે રાખે?
For Private And Personal Use Only