________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
પ્રીત કિયે દુઃખ હોય સંસ્કારોથી ઉજ્જવળ કરનારી તું, પતિગૃહને પણ ઉજ્વળ કરનારી બનીશ. તારું સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્મચારિત્ર તારા આત્માનું કલ્યાણ કરનારાં બનશે. શ્રી નવકાર મંત્ર તારી રક્ષા કરશે... અને તારા શીલના પ્રભાવે દેવોનું સાંનિધ્ય તને પ્રાપ્ત થશે!”
સાધ્વીજીના હૈયે વાત્સલ્ય અને કરૂણાનું ઝરણું વહી રહ્યું હતું. એ ઝરણામાં સુરસુંદરીએ સ્નાન કર્યું. તેણે અપૂર્વ શીતળતા પ્રાપ્ત કરી. - સાધ્વીજીને પુનઃ વંદના કરી તે ઉપાશ્રયની બહાર આવી. રથમાં બેસી રાજમહેલે પહોંચી.
રાજમહેલમાં જુદા જુદા માણસોની અવરજવર ચાલુ થઈ ગઈ હતી. મહામંત્રી માણસોને જુદાં જુદાં કામ સોંપી રહ્યા હતા. એકની એક રાજકુમારીનાં લગ્ન હતાં! માત્ર રાજમહેલ જ નહીં, સમગ્ર ચંપાનગરીને શણગારવાનો મહારાજાએ આદેશ આપ્યો હતો. કારાવાસમાંથી કેદીઓને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. આસપાસનાં રાજ્યોમાંથી શ્રેષ્ઠ કારીગરો અને કલાકારોને બોલાવવામાં આવ્યા હતા.
રાજપુરોહિતે લગ્નનું શુભ મુહૂર્ત એક માસ પછીનું આપ્યું હતું. એક મહિનામાં રાજમહેલનાં રૂપ-રંગ બદલવાનાં હતાં. ચંપાનગરીના યૌવનને શણગારવાનું હતું.
ચંપાનગરીની શેરીએ-શેરીએ અને ઘરે-ઘરે અમરકુમાર-સુરસુંદરીનાં લગ્નની વાતો પ્રસરી ગઈ.
મહારાજાએ સુરસુંદરી માટે વર તો શ્રેષ્ઠ શોધ્યો!' “સુરસુંદરીનાં પુણ્ય એવાં. નહીંતર આવો વર મળે ક્યાંથી!”
તો શું અમરકુમારનાં પુણ્ય ઊંચાં નહીં.? નહીંતર આવી રૂપે-ગુણે પરિપૂર્ણ પત્ની મળે ખરી? વિધાતાએ સરખે-સરખી જોડી ઘડી છે!” હા ભાઈ, આપણને ઈર્ષા ઊપજે છે!” હજારો જિલ્લાઓ પર બસ, પ્રશંસા જ પ્રશંસા છે. ચંપાનગરીના રાજમાર્ગો પર હર્ષ રમણે ચઢ્યો છે!
For Private And Personal Use Only