________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય એ પલંગમાંથી નીચે ઊતરી. તેણે વસ્ત્રપરિવર્તન કર્યું. દ્વાર ખોલીને તે બિહાર આવી. માતાની પાસે પહોચી.
મા, મને સુવર્ણના થાળમાં ઉત્તમ ફળ આપ. ઉત્તમ મીઠાઈ આપ. હું પરમાત્માના મંદિરે જઈશ.'
બેટી, વળતાં ગુરુદેવના ઉપાશ્રયે જજે. ગુરુદેવને વંદના કરીને આવજે..” અને ત્યાંથી સાધ્વીજી સુવ્રતાના ઉપાશ્રયે જઈશ.' રતિસુંદરીએ થાળ તૈયાર કર્યો. દાસીને સાથે જવા આજ્ઞા કરી. સુરસુંદરી થાળ લઈને દાસીની સાથે રથમાં બેસીને જિનમંદિરે પહોંચી.
વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનાં દર્શન કરતાં તે ગદ્ગદ્ થઈ ગઈ. તેની રોમરાજી વિકસ્વર થઈ ગઈ. તેની પલકો હર્ષાશ્રુથી ભીની થઈ ગઈ. તેણે મધુર સ્વરે સ્તવના કરી. પરમાત્માની સમક્ષ ફળ અને નૈવેદ્ય સમર્પિત કર્યા.
હૈયે શ્રદ્ધાનું... ભક્તિનું અમૃત ભરી સુરસુંદરી ગુરુદેવના ઉપાશ્રયે પહોંચી. વિધિવત્ વંદના કરી. ગુરુદેવે “ધર્મલાભ” નો આશીર્વાદ આપ્યો.. સુરસુંદરી નતમસ્તકે ઊભી રહી. ગુરુદેવે કહ્યું:
“મને સમાચાર મળી ગયા છે વત્સ! જિનશાસનને તમે બંને પામેલાં છો. એવી રીતે જીવજો... કે જેથી સ્વપરનું કલ્યાણ સધાય અને જિનશાસનની અપૂર્વ પ્રભાવના થાય. તું સુજ્ઞ છે. વિશેષ તને શું કહ્યું? સંસાર દાવાનળની ઝાળો દઝાડે નહીં. તે માટે અનિત્ય, અશરણ, એકત્વ અને અન્યત્વ - આ ચાર ભાવનાઓ રોજ ભાવજે. શીલનું કવચ સદૈવ પહેરી રાખજે, શ્રી નવકાર મહામંત્રનું ગુંજન હૃદયમાં સદાયે કર્યા કરજે.'
સુરસુંદરીની આંખોમાંથી આંસુ ટપકી પડયાં. ઉત્તરીય વસ્ત્રથી તેણે આંખો લૂછી.. પુન: પંચાંગ પ્રણિપાત કરીને તે બોલી: “ગુરૂદેવ, આપની આ પ્રેરણાને મારા હૈયાની ગાંઠે બાંધી લઉં છું... મારી આપને એક જ વિનંતી છે. પરોક્ષ રીતે પણ આપના આશીર્વાદ મને મળ્યા કરે.. તેવી કૃપા કરશો.”
સુરસુંદરી ત્યાંથી નીકળીને સાધ્વીજીના ઉપાશ્રયે આવી. સાધ્વીજીને વંદના કરી તેમના ચરણોમાં પોતાનું મસ્તક મૂકી દીધું. સાધ્વીજીએ એના મસ્તકે પોતાના પવિત્ર હાથ મૂક્યા અને આશીર્વાદ આપ્યા.
“સંદરી, હમણાં જ શેઠાણી ધનવતી અહીં આવીને ગયાં... તારા જેવી પુત્રવધૂ મળ્યાનો એમને અપાર હર્ષ થયો છે! પિતૃકુળને તારા ગુણોથી અને
For Private And Personal Use Only