________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે મનુષ્યની કોઈ મેઘધનુષ્યના રંગોથી રંગાયેલી મધુર કલ્પના સાકાર બને છે ત્યારે તે ખુશીથી ઝૂમી ઊઠે છે... આનંદની પાંખે ઊડવા માંડે છે. એને આ ધરતી સ્વર્ગ ભાસે છે.
જ્યારે રાણી રતિસુંદરીએ પુત્રીને વધામણી આપી, “અમરકુમાર સાથે તારાં લગ્ન કરવાનું નક્કી થઈ ગયું છે...' પલભર સુંદરી શંકાથી માતા તરફ જોઈ રહી. “શું માતા મારા મનને વાંચીને મારો ઉપહાસ તો નથી કરતી?' રતિસુંદરીએ
જ્યારે ખાતરી કરાવી ત્યારે સુરસુંદરીને વિશ્વનું સર્વશ્રેષ્ઠ સુખ મળી ગયાનો હર્ષ થયો. માતાની સમક્ષ એ હર્ષને એણે વ્યક્ત ન થવા દીધો... એ હર્ષ તો સખીઓની વચ્ચે ઠાલવવાનો હોય છે!
પ્રિયના સંયોગની કલ્પના શું અફીણના નશા જેવી નથી હોતી? હૃદયનાં હેત જેના પર વર્ષોથી અભિષિત થતાં હોય... તે હૃદયના દેવનું સાંનિધ્ય... સાહચર્ય પ્રાપ્ત થવાની જ્યારે શરણાઈઓ વાગે ત્યારે શું મોહનો નશો ન ચઢે?
સુરસુંદરીને લાગ્યું કે એ ધરતી પર ઊભી રહી નહીં શકે... એ દોડી ગઈ પોતાના શયનખંડમાં... દ્વાર બંધ કર્યા.... અને પલંગમાં આળોટી પડી. “અમર.. અમર...' એનું મન પોકારી ઊઠયું અને એનું હૈયું ધબકી ઊઠ્યું.
ન ધારેલું સુખ એના દ્વારે ટકોરા દઈ રહ્યું હતું. ન કલ્પેલાં શુભ કર્મોએ એના પર મહેર કરી હતી... એ અમર સાથેના સહજીવનની કલ્પનાઓમાં ખોવાઈ ગઈ...
એનું શ્રદ્ધાળું હૃદય બોલી ઊઠ્યું. “સુંદરી, તારી પરમાત્મભક્તિનું આ તો પહેલું પારિતોષિક છે! હજુ તો તને આના કરતાંય ચઢિયાતાં સુખો મળવાનાં છે!”
એનું વિશ્વાસસભર હૈયું બોલી ઊઠ્યું. “સુંદરી, આ તો ગુરુજનોના અંદરના આશીર્વાદ તારા પર વરસ્યા છે. જોજે.... સુખોના પુષ્પરાવર્ત મેઘના પ્રવાહમાં તણાઈ ન જતી!”
એનું તત્ત્વજ્ઞાન એને સમજાવવા લાગ્યું. “સુંદરી, પુણ્યકર્મના ઉદય જ્યારે આવે ત્યારે સુખના સ્વયંભૂરમણ સમુદ્ર ઊછળે! પરંતુ એ ઉદય શાશ્વત ન હોય... ક્ષણિક હોય..”
For Private And Personal Use Only