________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
પ્રીત કિયે દુઃખ હોય પધારો આપ... હું સુરસુંદરીને આ સમાચાર આપું છું.' મહારાજા શેઠની પાસે આવ્યા. શેઠ, મહારાણી આ સમાચાર સાંભળીને આનંદિત થયાં છે.” મહારાજા, તો હવે લગ્નમાં સહેજે વિલંબ ન કરવો જોઈએ!” સાચી વાત છે. રાજપુરોહિતને બોલાવીને લગ્નનું મુહૂર્ત પૂછી લઈએ.” ‘હા જી, શુભસ્ય શીઘ્રમ્ શુભ કાર્યમાં વિલંબ ન કરવો જોઈએ.'
તો આવતી કાલે તમે આ સમયે અહીં આવી જજો. હું રાજપુરોહિતને બોલાવી લઈશ.”
જેવી આપની આજ્ઞા. હવે હું અનુમતિ માગું છું. ઘરે જઈને અમરની માતાને આ સમાચાર આપીશ ત્યારે તેને કેટલો આનંદ થશે?”
હા, તમે ઘરે જાઓ, પણ રથમાં જ જજો. રથ બહાર ઊભો જ છે.' મહારાજાએ મહેલના દ્વાર સુધી જઈને વેવાઈને વિદાય આપી. શેઠ રથમાં બેસીને પોતાની હવેલી તરફ ઊપડી ગયા.
કેવો સરળ... વિનમ્ર અને વિવેકી શ્રેષ્ઠી છે..!' રાજા સ્વગત બોલી ઊઠ્યા. “મને એક સજજન સ્નેહી મળી ગયો...” રાજા ચાલ્યા જતા રથ તરફ જોઈને બોલ્યા. રથ દેખાતો બંધ થયો.... અને મહારાજા મહેલમાં આવ્યા. તેઓ રતિસુંદરીના ખંડમાં પહોંચ્યા. ત્યાં રતિસુંદરી અને સુરસુંદરી ઊભાં થઈ ગયાં.
શેઠને મહેલના દ્વાર સુધી વળાવી આવ્યો.” વેવાઈનું માન તો જાળવવું જોઈએ ને!'
આપણને એક સાચો સ્નેહી-સ્વજન મળ્યો દેવી! ઘનાવહ શ્રેષ્ઠી ઉત્તમ પુરુષ છે...”
“અને અમરકુમાર?” રતિસુંદરી, સુરસુંદરી સામે જોઈને હસી પડી.
૦
૦
૦
For Private And Personal Use Only