________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રીત કિયે દુઃખ હોય
‘આજ્ઞા કરો મહારાજા, સેવકને કેમ યાદ કર્યો?’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
મારે તમને એક વાત કરવી છે, જો તમને એ વાત પ્રિય લાગે તો મારી વાત સ્વીકારવાની છે.'
‘મહારાજા, આપ તો અમારા નાથ છો, સર્વસ્વ છો, પ્રજાવત્સલ છો. આપ જે કહેશો તે મારા હિત માટે જ હશે, એવી મને શ્રદ્ધા છે. આપ આજ્ઞા પ્રદાન કરો.’
‘હું આજ્ઞા નથી કરતો... એક યાચના કરું છું!'
‘આપને આ તુચ્છ સેવક પાસે યાચના કરવાની હોય? આપે તો આજ્ઞા જ કરવાની હોય!'
‘ધનાવહ શેઠ, હું મારી પુત્રી સુરસુંદરી માટે તમારા સુપુત્ર અમરકુમારની માગણી કરું છું. અમરકુમા૨ને મેં ગઈ કાલે રાજસભામાં જોયો છે, પરખ્યો છે. સુરસુંદરી માટે એ સુયોગ્ય વર છે. મેં તમને આ પ્રયોજનથી જ અહીં બોલાવ્યા
છે.
'ઓ મારા સ્વામિન્! આપના મુખમાં સાકર હોજો! આપના આ પ્રસ્તાવ ૫૨ મારે ક્ષણનોય વિચાર કરવો નથી. આપનો પ્રસ્તાવ હું સહર્ષ સ્વીકારું છું. સુરસુંદરી મારી પુત્રવધૂ બનીને મારી હવેલીમાં આવશે. મારી હવેલીને પ્રકાશિત કરશે. કાલે મેં પણ રાજસભામાં સુરસુંદરીને જોઈ છે. રૂપ, ગુણ, કલા અને વિનય-વિવેક તેના શણગાર છે!'
‘શેઠ, તમે મારી વાત સ્વીકારી તેથી હું અતિ પ્રસન્ન થયો છું. તમે અહીં બેસો, હું સુરસુંદરીની માતાને આ શુભ સમાચાર આપીને આવું છું. એ આ સમાચાર જાણીને હર્ષવિભોર થઈ જશે.'
મહારાજા ત્વરાથી રતિસુંદરીના ખંડમાં પહોંચ્યા અને પ્રસન્નચિત્તે પ્રસન્નવદને બોલ્યા:
‘દેવી, ધનાવહ શેઠે મારી વાત સહર્ષ માની લીધી છે. બોલ બોલાઈ ગયા છે. અમરકુમાર આપણો જમાઈ બને છે!'
‘ઘણું ઉત્તમ કામ થયું નાથ! મારી સર્વ ચિન્તાઓ દૂર થઈ ગઈ... મને જાણે સ્વર્ગનું સુખ મળી ગયું...’
For Private And Personal Use Only
‘તો હું જાઉં છું... શેઠ બેઠા છે... આ તો હું તમને શુભ સમાચાર આપવા
દોડી આવ્યો હતો.’