________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
પ્રીત કિયે દુઃખ હોય અમરકુમાર માટે આ વાત કલ્પના બહારની હતી. શ્રેષ્ઠી ધનાવહ અને શેઠાણી ધનવતી તો કલ્પના નહીં, સ્વપ્ન પણ જોઈ શક્યાં ન હતાં કે સુરસુંદરી એમના ઘરમાં પુત્રવધૂ બનીને આવે!
જ્યારે પુણ્યકર્મનો ઉદય થાય છે ત્યારે ન ધારેલું સુખ મનુષ્યને આવી મળતું હોય છે. જ્યારે પાપકર્મ ઉદયમાં આવે છે ત્યારે ન કલ્પેલું દુઃખ મનુષ્યના માથે તૂટી પડતું હોય છે.
બીજા દિવસે પ્રભાતે જ્યારે શ્રેષ્ઠી ધનાવહ પ્રભાતિક કાર્યોથી પરવારીને ઉપાશ્રયે ધર્મપ્રવચન-શ્રવણ કરવા માટે જવાની તૈયારી કરતા હતા ત્યાં હવેલીના પ્રાંગણમાં રથ આવીને ઊભો. રથમાંથી મહામંત્રી ઊતર્યા અને હવેલીની સીપાનપંક્તિ ચઢવા લાગ્યા.
શ્રેષ્ઠી મહામંત્રીનું સ્વાગત કરવા સામે દોડ્યા. મહામંત્રીનો હાથ પકડી મંત્રણાગૃહમાં લઈ આવ્યા. મહામંત્રીનું ઉચિત સ્વાગત કરીને પૂછ્યું.
આજે કંઈ આ ઝૂંપડીને પાવન કરી? આજ્ઞા પ્રદાન કરો મારા યોગ્ય.' શ્રેષ્ઠી ધનાવહે પોતાની સહજ મીઠી જબાને વાત કરી.
ધનાવહ શેઠ, હું તમને તેડવા આવ્યો છું. મહારાજાએ મને મોકલ્યો છે. માટે રથમાં બેસી જાઓ.” ધનાવહ શેઠ વિચારમાં પડ્યા. મહામંત્રી બોલ્યા:
ચિંતા ન કરો શેઠ, હું અહીં આવવા નીકળ્યો ત્યારે શુભ શુકન થયાં છે!” શેઠનો હાથ પકડીને મહામંત્રી મંત્રણાગૃહની બહાર આવ્યા. શેઠે અમરકુમારને કહ્યું “વત્સ, હું રાજમહેલે જાઉં છું. મહારાજાએ મને યાદ કર્યો છે.'
મહામંત્રીની સાથે શેઠ રથમાં બેસી ગયા. રથ રાજમહેલ તરફ દોડવા લાગ્યો. દોડ્યા જતા રથ તરફ અમરકુમાર જોઈ રહ્યો.
એ ક્યાં જાણતો હતો કે એ રથમાં એનું ભાગ્ય દોડી રહ્યું છે! એના આંતરમનની ઝંખના સાકાર કરવા એનું ભાગ્ય શેઠને રાજમહેલે લઈ ગયું છે!
શ્રેષ્ઠી ધનાવહને લઈ મહામંત્રી રાજમહેલે આવ્યા. રથમાંથી ઊતરી બંને મહાનુભાવો મહારાજાના મંત્રણાગૃહમાં પ્રવેશ્યા.
“પધારો શ્રેષ્ઠીવર્ય! મહારાજાએ ધનાવહ શેઠનું ઊભા થઈને સ્વાગત કર્યું અને પોતાની પાસે જ આગ્રહ કરીને બેસાડ્યા. મહામંત્રી મહારાજાની અનુમતિ લઈને ત્યાંથી ચાલ્યા ગયા.
For Private And Personal Use Only