________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ્રીત કિયે દુઃખ હોય ‘અમરકુમાર!’
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
‘શ્રેષ્ઠી ધનાવહનો પુત્ર અમર?’
‘હા, સુંદરી અને અમર બંને એક જ પાઠશાળામાં ભણેલાં છે. એકબીજાને ઓળખે છે, અને મેં તો આજે રાજસભામાં અમરને એ દૃષ્ટિએ જ જોવાનો પ્રયત્ન કર્યો હતો કે એ મારી પુત્રીને માટે સુયોગ્ય વર બનવાની યોગ્યતા ધરાવે છે કે કેમ. અને મારી દિષ્ટ ઠરી છે એના ઉપર! માત્ર પ્રશ્ન એટલો જ છે કે એ રાજકુમાર નથી!'
‘હું અમરની માતા ધનવતીને જાણું છું. મને અવારનવાર મળે છે. ખૂબ સુશીલ સન્નારી છે. એણે અમરને શ્રેષ્ઠ સંસ્કારો આપ્યા જ હશે.’
‘અને પાઠશાળામાં પંડિત સુબુદ્ધિ અમરની બુદ્ધિની અને એના જ્ઞાનની પ્રશંસા કરતાં ધરાતા નથી. આજે રાજસભામાં પણ એ તેજસ્વી રત્નની જેમ પ્રકાશ્યો હતો. શેઠ ધનાવહની પાસે અઢળક સંપત્તિ છે. નગરમાં તેઓ લોકપ્રિય, ગણમાન્ય અને ધર્મનિષ્ઠ શ્રેષ્ઠી તરીકે પ્રસિદ્ધ છે. તેમનું કુલ ઉચ્ચ છે, તેમની સાત પેઢીની ખાનદાની છે. રાજ્ય સાથે તેમના સંબંધો સારા છે. એટલે, બધી રીતે વિચારતાં કોઈ ઊણપ જોવા મળતી નથી. બસ એ જ વાત છે કે તે રાજપરિવાર નથી!'
‘તો શું થઈ ગયું? જો દીકરી સુખી થતી હોય તો.’
‘સંબંધી રાજાઓ આલોચના કરશે! ‘શું કોઈ રાજકુમાર ન મળ્યો કે શ્રેષ્ઠીપુત્ર સાથે રાજકન્યાને પરણાવી?’ એમ બોલશે.'
‘ભલે બોલે, બોલનારા તો બોલશે. આપણે તો સુંદરીનું હિત પહેલાં જોવાનું. રતિસુંદરીને અમરકુમારની સાથે સુંદરીનો વિવાહ થાય, તે ગમી ગયું. ‘જો તમને આ વાત ગમતી હોય તો નક્કી કરી દઉં સંબંધ!'
‘મને તો ગમે છે... પણ આપને...’
For Private And Personal Use Only
‘દીકરીના વિષયમાં નિર્ણય માતાનો માન્ય થવો જોઈએ!'
મારે મન તો આપનો નિર્ણય એ જ મારો નિર્ણય છે! મારા કરતાં આપ વધુ સારી રીતે વિચારી શકો છો. મારામાં ક્યાં એટલી બધી બુદ્ધિ છે?' જો બુદ્ધિ ન હોત તો આપણો સંસાર આટલો સુખમય ન હોત દેવી!' રાજા-રાણીએ નિર્ણય કરી લીધો.
સુરસુંદરી તો નિદ્રાધીન થઈ ગઈ હતી.