________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
2
મહારાજા રિપુમર્દનનો એ શયનકક્ષ હતો. શયનકક્ષ સુંદર હતો. સુશોભિત હતો.
રાત્રિનો પ્રથમ પ્રહર હતો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા રિપુમર્દન સુવર્ણના રત્નજડિત પલંગ પર આડા પડ્યા હતા. મહારાણી રતિસુંદરી પલંગ પાસે જ ભદ્રાસન પર બેઠાં હતાં. બંનેનાં મુખ પર ચિન્નાજન્ય ગંભીરતા છવાયેલી હતી. હવામાં ફરફર થતી દીપકની જ્યોત રાજારાણીના ચંચળ ચિત્તની ચાડી ખાતી હતી.
એકની એક લાડકવાયી પુત્રી સુરસુંદરીના સુખનો-ભાવિ સુખનો વિચાર બંને માતા-પિતા કરી રહ્યાં હતાં. પુત્રી પર પ્રેમ હતો એટલે પુત્રી દુ:ખી ન થાય, એની ચિંતા માતા-પિતાને થાય જ. રાજાએ આસપાસનાં રાજ્યોમાં અને દૂર દૂરનાં રાજ્યોમાં પોતાના ચતુર દૂતોને મોકલીને સુરસુંદરી માટે સુયોગ્ય રાજકુમારોની તપાસ કરાવી હતી. દૂતો રાજકુમારોનાં ચિત્રો લઈ આવ્યા હતા અને એમનો પરિચય મેળવી આવ્યા હતા. રાજાની સમક્ષ તેમણે એ બધું ૨જૂ કર્યું હતું... પરંતુ રાજાને એમાંથી એકેય રાજકુમાર સુરસુંદરીના પતિરૂપે પસંદ ન પડ્યો.
કોઈ રાજકુમાર રૂપવાન હતો તો ગુણવાન ન હતો! કોઈ રાજકુમાર ગુણવાન હતો તો રૂપવાન ન હતો!
કોઈ રાજકુમાર રૂપ-ગુણથી યુક્ત હતો તો પરાક્રમી ન હતો! કોઈ પરાક્રમી હતો તો જિનધર્મને માનનારો ન હતો!
કોઈ જિનધર્મને માનનારો હતો... પરંતુ રૂપવાન ન હતો! કોઈ કુમાર ધર્માત્મા હતો, તો તે કુળવાન નહોતો!
રાજા તો પોતાની વહાલી પુત્રી માટે એવો વર શોધતો હતો કે જેનામાં રૂપ, ગુણ, પરાક્રમ, કુળ અને ધર્મ... આ બધું હોય. જે જે વિશેષતાઓ સુરસુંદરીમાં હતી તે બધી વિશેષતાઓસહિત વર જોઈતો હતો. કારણ કે રાજાની આ દૃઢ માન્યતા હતી કે ‘પતિ અને પત્નીમાં રૂપની, ગુણની, ધર્મની, કુળની અને
For Private And Personal Use Only