________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય રાજસભામાં આનંદનો મહોદધિ ઊછળવા લાગ્યો.
મહારાજાએ અમરકુમારને મૂલ્યવાન રત્નહારની ભેટ આપી. સુરસુંદરીને રત્નજડિત કંકણ ભેટ આપ્યાં.
પંડિત સુબુદ્ધિને કીમતી વસ્ત્રાલંકારો ભેટ આપીને તેમનું સાદરપૂર્વક સ્વાગત કર્યું. શ્રેષ્ઠી ધનાવહે ઊભા થઈને સુરસુંદરીના મસ્તકે મણિ-માણેક જડેલો સુંદર મુગટ પહેરાવ્યો અને અમરકુમારને રત્નજડિત માનવાળું ખડ્રગ ભેટ આપ્યું. પંડિતને સોનાના સિક્કાઓથી ભરેલી થેલી અર્પણ કરી.
મહારાજાએ ગદ્ગદ્ સ્વરે નિવેદન કર્યું : “આજે મારું મન સંતુષ્ટ થયું છે. અમરકુમાર અને રાજકુમારીનો બુદ્ધિવૈભવ અદ્ભુત છે. તેમની બુદ્ધિ અને તેમનું જ્ઞાન તેમની જીવનયાત્રામાં ઉપયોગી બનશે. ધર્મપુરુષાર્થમાં ઉપયોગી બનશે. પરમાર્થ-પરોપકારનાં કાર્યોમાં ઉપયોગી બનશે. હું આ બંને ઉપર પ્રસન્ન થયો છું. આ યશ મળે છે પંડિત શ્રી સુબુદ્ધિને. તેઓએ સંપૂર્ણ ખંતથી છાત્ર-છાત્રાઓને સુંદર અધ્યયન કરાવ્યું છે. હું તેમને કાયમ માટે રાજસભામાં માનવંતુ સ્થાન આપું છું. અને રાજરત્ન” ની પદવી આપું છું.'
સભાનું વિસર્જન થયું.
સહુ સભાસદો અને નગરજનો અમરકુમાર તથા સુરસુંદરીની પ્રશંસા કરતાં કરતાં વિખરાયાં.
શ્રેષ્ઠી ધનાવહ અમરકુમારની સાથે રથમાં બેસીને પોતાની હવેલીએ પહોંચ્યા. મહારાજા રાજપરિવાર સાથે સુરસુંદરીને લઈને રથારૂઢ થઈ રાજમહેલ પહોંચ્યા.
રાજાના મનમાં હવે સુરસુંદરીના ભાવિ જીવનના વિચારો ગતિશીલ થઈ ગયા. વહેલામાં વહેલા, સુરસુંદરીના હાથ પીળા કરવાનો એમણે નિર્ણય કર્યો.
૦
૦
૦
For Private And Personal Use Only