________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
પ્રીત કિયે દુઃખ હોય “પાડી' શબ્દ બને છે. તે ઘરના આંગણે હોય તો દૂધ-ઘી મળે છે. ડી-જતાં પાવ શબ્દ બને છે. તેનો અર્થ પાપ થાય, તે કરવાથી દુર્ગતિ મળે છે અને પાવડી તો પગમાં પહેરાય છે તે સહુ જાણે છે!
સભાગૃહ આનંદથી નાચી ઊઠ્યું. લોકોએ અમરકુમારને ખૂબ અભિનંદન આપ્યાં. રાજાએ પણ બંનેને ધન્યવાદ આપ્યા અને કહ્યું, “હવે હું તમને પ્રશ્ન પૂછું છું. પહેલાં અમરકુમારે પ્રત્યુત્તર આપવાનો છે.”
“સરોવરનો સાર શો?' દાનવવંશનો વિખ્યાત રાજા કોણ? સદાય સૌભાગ્યવતી નારી કઈ? અને મારવાડના માણસો કયા વેશથી ઓળખાય છે? આ ચારેય પ્રશ્નોનો એક જ શબ્દથી પ્રત્યુત્તર આપો.'
અમરકુમારે પલભર વિચારીને કહ્યું: “મહારાજા, એનો પ્રત્યુત્તર છે.' “કંબલિવેશા.'
હું” નો અર્થ “પાણી થાય છે. પાણી જ સરોવરનો સાર છે. જ “બલિ' નામનો દાનવવંશનો વિખ્યાત રાજા થઈ ગયો છે. ક “વેશ' એટલે વેશ્યા. એ સદા સૌભાગ્યવતી નારી છે. મારવાડના માણસો કાંબલીથી ઓળખાય છે માટે તે “કંબલિવેશા' કહેવાય
રાજાએ કહ્યું, “તદ્દન સત્ય છે તમારો પ્રત્યુત્તર!' રાજસભાએ “ધન્ય... ધન્ય”ના પોકારો કર્યા. રાજાએ સુરસુંદરીને પ્રશ્ન કર્યો.
“કાવ્યનો રસ ક્યો? ચકવાને દુ:ખ દેનાર કોણ? અસતી તથા વેશ્યાને ક્યો પુરુષ પ્રિય હોય છે? આ ત્રણ પ્રશ્નોનો પ્રત્યુત્તર એક જ શબ્દથી આપ!”
સુરસુંદરીએ કહ્યું: “અત્યમંત!' અસ્થમંત એટલે અર્થવાળું. જે કાવ્ય અર્થ વિનાનું હોય તે કાવ્ય નથી. એટલે કાવ્યનો રસ એનો અર્થ છે. અસ્થમંત” નો અર્થ “આથમતો' પણ થાય છે. આથમતો સૂર્ય ચકવાને દુઃખ આપે છે. કારણ કે સૂર્ય આથમતાં ચકવા-ચકવીનો વિયોગ થઈ જાય છે. છે “અત્યમંત' એટલો અર્થવાળો -- ધનવાન! ધનવાન પુરુષ જ અસતી તથા વેશ્યાને પ્રિય હોય છે.
For Private And Personal Use Only