________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કo
પ્રીત કિયે દુઃખ હોય અમરકુમારે તૂર્ત જ જવાબ આપ્યો: 'ત્રણ અક્ષરનો આ શબ્દ છે કમલ!'
ક-જવાથી “માલ” શબ્દ બને. મલ એટલે મેલ. તેને હૃદયમાંથી કાઢવાથી મન નિર્મળ થાય છે અને તને પણ નિર્મળ થાય છે. મજવાથી “કલ’ શબ્દ બને. કલ એટલે કલા. બળથી ન જીતી શકાય એવા પણ માણસોને કલાથી જીતી શકાય. માટે તે બળથી અધિક છે. લ-જવાથી કમ” શબ્દ બને. તેનો અર્થ થાય કામ. કામ તો સૌને પોતપોતાનું પ્રિય હોય જ છે તેમજ મુખને કમલની ઉપમા અપાય છે તે વાત જાણીતી છે! રાજસભામાં આનંદના પોકારો થયા! સુરસુંદરીએ બીજી સમસ્યા પૂછી:
ત્રણ અક્ષરનો એક શબ્દ છે. પહેલો અક્ષર જતાં જે શબ્દ બને છે તેનો અર્થ “ઊભી રહેલી” એવો થાય છે. બીજો અક્ષર જતાં જે શબ્દ બને છે તેનો અર્થ “વિધવા” થાય છે. ત્રીજો અક્ષર જતાં જે શબ્દ બને છે તેનો અર્થ અનાજમાં નાંખવાની વસ્તુ થાય છે કે જેનાથી અનાજનું રક્ષણ થાય છે.”
અમરકુમારે જવાબ આપ્યો: ‘તે ત્રણ અક્ષરનો શબ્દ છે રાખડી!”
રા-જવાથી ખડી' શબ્દ બનેતેનો અર્થ ‘ઊભી રહેલી' થાય છે. ખ-જતાં રાડી' શબ્દ બને તેનો અર્થ “રાંડેલી થાય. એટલે કે વિધવા થાય. ડી-જવાથી રાખ” શબ્દ બને. રાખ અનાજમાં નાંખવાથી અનાજનું રક્ષણ થાય છે.” લોકોએ હર્ષધ્વનિ કર્યો. સુરસુંદરીએ ત્રીજી સમસ્યા પૂછી
ત્રણ અક્ષરનો એક શબ્દ છે. તેનો પહેલો અક્ષર જતાં જે શબ્દ બને તે વિવાહના પ્રસંગે પ્રથમ કરાય છે. બીજો અક્ષર જતાં જે શબ્દ બને તે જો ઘરના આંગણે હોય તો દૂધ અને ઘીનું સુખ મળે છે. ત્રીજો અક્ષર જતાં જે શબ્દ બને છે તે કરવાથી દુર્ગતિ પમાડે છે! અને સંપૂર્ણ શબ્દનો અર્થ તમારા ચરણોમાં જોવાય છે!' કુમારે પળનાય વિલંબ વિના કહ્યું: તે ત્રણ અક્ષરનો શબ્દ છે પાવડી!” પા-જતાં “વડી' શબ્દ બને છે. વડી લગ્નમાં પહેલી કરાય છે. વ-જતાં
For Private And Personal Use Only