________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
પ્રીત કિયે દુઃખ હોય
આજે અહીં, સર્વપ્રથમ અમરકુમાર કોઈ બૌદ્ધિક સમસ્યા પ્રસ્તુત કરશે અને રાજકુમારી એ સમસ્યાને ઉકેલી નાંખશે.
અમરકુમાર ત્રણ સમસ્યાઓ પૂછશે, કુમારી એના પ્રત્યુત્તર આપશે. તે પછી કુમારી ત્રણ સમસ્યાઓ પૂછશે અને કુમાર તેના પ્રત્યુત્તર આપશે... અંતમાં હું એક એક સમસ્યા અમરકુમારને તથા સુરસુંદરીને પૂછીશ. એનો જવાબ અમરકુમાર તથા સુરસુંદરી આપશે... આ રીતે આજનો કાર્યક્રમ ૨હેશે.’
રાજસભામાં હર્ષધ્વનિ થયો.
અમરકુમારે ઊભા થઈ સર્વપ્રથમ મહારાજાને પ્રણામ કર્યા. પછી પંડિતજીનાં ચરણોમાં વંદના કરી અને ત્યાર બાદ પિતાના આશીર્વાદ લીધા.
અમરકુમારે પોતાની સમસ્યા પ્રસ્તુત કરી:
‘ત્રણ અક્ષરનો એક શબ્દ છે. એ શબ્દનો પહેલો અક્ષર બાદ કરતાં બાકી રહેલા બે અક્ષરોમાં જે શબ્દ બને તે વસ્તુ કોઈએ ક૨વા જેવી નથી. ત્રણ અક્ષરના એ શબ્દમાંથી બીજો અક્ષર બાદ કરતાં જે શબ્દ બને તે વસ્તુ કોઈએ કહેવા જેવી નથી. અને એ ત્રણ અક્ષરના શબ્દમાંથી ત્રીજો અક્ષર જતાં બાકી રહેલા બે અક્ષરોનો જે શબ્દ બને છે તેનો અર્થ લક્ષ્મીપતિ થાય છે. ત્રણ અક્ષરોનો એ સંપૂર્ણ શબ્દ તમારાં નેત્રોની ઉપમાને યોગ્ય છે.’
સુરસુંદરી એકાગ્રતાથી સાંભળી રહી હતી, તે ઊભી થઈ. તેણે મહારાજાનાં અને પંડિતનાં ચરણે પ્રણામ કર્યા અને પ્રત્યુત્તર આપ્યો:
‘તે ત્રણ અક્ષરનો શબ્દ ‘હરિણ' છે!’
હ-વિનાનો શબ્દ ‘રિણ' બને છે. રિણનો અર્થ દેવું. તે કોઈએ કરવા જેવું નથી. રિ-વિનાનો શબ્દ થાય ‘હણ.’ આ શબ્દ હિંસાની આજ્ઞા કરનારો છે તેથી કોઈને કહેવા યોગ્ય નથી. ણ-વિનાનો શબ્દ થાય હરિ. એનો અર્થ થાય કૃષ્ણ, તેઓ લક્ષ્મીના પતિ છે! તેમ જ સ્ત્રીઓનાં નેત્રોને રિણની ઉપમા ‘મૃગનયના’ આપવામાં આવે છે.!'
સભાજનો ખુશ થઈ ગયા. કરતલધ્વનિ કર્યો. અમરકુમારે બીજી સમસ્યા પૂછી:
‘ત્રણ અક્ષરના શબ્દમાંથી પહેલો અક્ષર બાદ કરતાં બાકીના બે અક્ષરોથી બનતો શબ્દ સફેદ પૃથ્વીકાય જણાવે છે. બીજો અક્ષર બાદ કરતાં જે શબ્દ બને તે કોઈ એક પંખિણીને જણાવે છે. ત્રીજો અક્ષર બાદ કરતાં જે શબ્દ બને છે તેને સહુ કોઈ ઇચ્છે છે!'
For Private And Personal Use Only