________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રીત કિયે દુ:ખ હોય
‘તો આપણે પરીક્ષા આપવા તૈયાર છીએ!'
‘સારું, જો કોઈ વિશેષ વાત તને જાણવા મળે તો મને જણાવીશને?'
‘કેવી રીતે? ક્યાં?’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તું મારી માને મળવા આવજે. એ તને યાદ કરે છે, જોઈએ તો મારી મા તારી માતાને કહેવરાવશે...’
૩૫
‘હા, તો હું આવીશ.'
અમરકુમાર પોતાની હવેલી તરફ ઊપડી ગયો. સુરસુંદરી રથમાં બેસીને મહેલમાં આવી. વસ્ત્રપરિવર્તન કરીને એ સીધી જ રાણી રતિસુંદરી પાસે પહોંચી ગઈ. એના મનમાં તાલાવેલી હતી, અમરકુમારે કહેલી વાતનું તથ્ય જાણવાની.
‘બેટી, ઉપાશ્રયે જઈ આવી?'
‘હા મા!’
‘અનેકાન્તવાદને સમજીને આવી?’
‘હા મા, ખૂબ આનંદ મળ્યો. ગુરુદેવે ખૂબ વિશદ વિવેચન કરીને સમજાવ્યો એ વાદ?’
‘હવે તું મને સમજાવજે !'
‘પછી સમજાવીશ, પહેલાં આપણે જમી લઈએ... ખૂબ જોરથી ભૂખ લાગી
છે!'
‘ભલે હું તૈયાર છું! પણ ક્યારે? ક્યાં?'
બે-ચાર દિવસમાં જ અને તે રાજસભામાં’
ભોજન કરતાં કરતાં જ રાણીએ વાત ઉપાડી.
‘તારા બાપુજી આજે કહેતા હતા કે મારે સુંદરીના બુદ્ધિવૈભવની અને જ્ઞાનવૈભવની પરીક્ષા લેવી છે!'
‘ભલે, હું આજે મારા બાપુજીને મળીશ!’
‘આજે તું ઉપાશ્રયે ગઈ પછી તારાં બાપુજીએ ધનાવહ શ્રેષ્ઠીને અહીં રાજમહેલમાં બોલાવ્યા હતા...'
For Private And Personal Use Only
‘શા માટે?’
‘એ તો હું જાણતી નથી. પરંતુ તેમણે ગઈ કાલે શ્રેષ્ઠીને વાત કરી હતી કે