________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪.
પ્રીત કિયે દુઃખ હોય - હવે તમારા બંનેનું ધાર્મિક અધ્યયન પૂર્ણ થયું કહેવાય. જો કે શાસ્ત્રજ્ઞાનનો પાર જ નથી, પરંતુ તમારા જીવનમાં ઉપયોગી એવું તત્ત્વજ્ઞાન તમે મેળવ્યું છે. એ તત્ત્વજ્ઞાનનો દીવો બુઝાય નહીં, તેની કાળજી રાખશો. સંસારમાં વિષયકષાયના ઝંઝાવાત વાતા જ હોય છે. જો કાળજી ન રાખી તો જ્ઞાનદીપક બુઝાઈ જશે.
તમારામાં સત્ત્વ છે, સમજ છે, સંસ્કારી છે. માનવજીવનને સફળ બનાવવા ધર્મપુરુષાર્થને જીવનમાં અગત્યનું સ્થાન આપજો. અર્થપુરુષાર્થ અને કામ પુરુષાર્થ તો માત્ર સાધનના સ્થાને રહેવા જોઈએ. સાધ્ય બનાવજો મોક્ષદશાને! આત્માના શુદ્ધ સ્વરૂપને પામવાનું લક્ષ ભૂલતા નહી. - ધન, યૌવન અને રૂપનો તમારામાં સુમેળ થયેલો છે એટલે ખૂબ જાગ્રત રહેજો. આ ત્રણ તત્ત્વો અજ્ઞાની અને પ્રમાદી જીવોને દુર્ગતિમાં લઈ જનારાં બને છે. જ્ઞાની અને જાગ્રત આત્માઓ માટે આ ત્રણ તત્ત્વો આશીર્વાદરૂપ બને છે.”
અમરકુમાર અને સુરસુંદરીએ અહોભાવથી આચાર્યદેવની પ્રેરણાને ઝીલી. પુનઃ વંદના કરી, કુશળતા પૂછી અને વિદાય લીધી.
બંને ઉપાશ્રયની બહાર આવ્યાં. અમરકુમારે સુરસુંદરીને પૂછ્યું : “તને ખબર છે કે રાજસભામાં આપણી પરીક્ષા થવાની છે?”
ના રે, હું તો કંઈ જ જાણતી નથી.” “ગઈકાલે મારા પિતાજીને તારા પિતાજીએ વાત કરી હતી. મને આજે પ્રભાતે મારા પિતાજીએ કહ્યું.'
શું કહ્યું?” તારા પિતાજી ઇચ્છે છે કે આપણા બંનેની પરીક્ષા રાજસભામાં લેવી!' “શાની પરીક્ષા?'
એ તું જાણી લેજે!” સરસુંદરી વિચારમાં પડી ગઈ. એને આ વાત માતાએ કે પિતાએ કરી જ ન
હતી.
શું ચિંતા થઈ આવી?'
ના રે, ચિંતા શાની? હું તો એમ વિચારતી હતી કે આ વાત મને મારી માતાએ કે પિતાએ કેમ ન કરી?”
હવે કરશે!
For Private And Personal Use Only