________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૩૩ દ્રવ્યદૃષ્ટિએ આત્મા નિત્ય છે. પર્યાયદષ્ટિએ આત્મા અનિત્ય છે! આત્મદ્રવ્યનો ક્યારેય નાશ થતો નથી. આત્મદ્રવ્ય ક્યારેય ઉત્પન્ન થતું નથી!” “તો જે જન્મ અને મૃત્યુ દેખાય છે તે કોના?’
આત્માના પર્યાયનાં! એક આત્મા મનુષ્ય છે, તો મનુષ્યત્વ એ આત્માનો એક પર્યાય છે. માણસ મર્યો, એનો અર્થ-આત્માનો પર્યાય નાશ પામ્યો, એ થાય, મરીને દેવગતિમાં જન્મ્યો, એનો અર્થ-દેવત્વ પર્યાયની ઉત્પત્તિ થઈ, એમ થાય. દેવત્વ આત્માનો જ પર્યાય છે! પશુપણું અને નારકીપણું પણ આત્માના પર્યાયો છે.”
પર્યાયને “અવસ્થા” કહી શકાય. બાલ્યા-અવસ્થા નાશ પામી અને યુવાવસ્થાનો જન્મ થયો! યુવાવસ્થા નાશ પામી અને વૃદ્ધાવસ્થાનો જન્મ થયો! નિરોગી અવસ્થા નાશ પામી, રોગી અવસ્થાનો જન્મ થયો. ધનવાન-અવસ્થાનો નાશ થયો, નિર્ધન અવસ્થાનો જન્મ થયો. આમ અવસ્થાઓ બદલાયા કરે.. પણ આત્મા કાયમ રહે છે, એ આત્માની નિત્યતા છે.
એટલે એમ ન કહેવાય કે “આત્મા નિત્ય જ છે અથવા આત્મા અનિત્ય જ છે.” પરંતુ એમ કહેવાય કે “આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે!” દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે. પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે! આનું નામ અનેકાન્તવાદ! આનું નામ સાપેક્ષવાદ.
માટે, જીવનમાં હમેશાં વક્તાની અપેક્ષાને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. આ કઈ અપેક્ષાએ આ વાત કરે છે...” એ સમજનારા મનુષ્ય સમાધાન પામે છે. અપેક્ષાને સમજનાર મનુષ્ય સમત્વને પામે છે. અપેક્ષાને સમજનાર મનુષ્ય સર્વજ્ઞ શાસનનાં તત્ત્વોની યથાર્થતાને સમજી શકે છે.'
આચાર્યદેવે સુરસુંદરી સામે જોઈને પૂછ્યું: “અનેકાન્તવાદની આ મૂળભૂત વાત તને સમજાઈ?' “હા જી, ગુરુદેવ! ખૂબ સ્પષ્ટતાથી સમજાઈ.”
આ અનેકાન્તવાદને જીવનમાં સ્થાન આપવું જોઈએ. જીવનવ્યવહારને સરસ અને સરળ બનાવવા માટે, કષાયોથી બચવા માટે, આ વિચારધારા ઘણી જ ઉપયોગી બને છે. સૈદ્ધાત્તિક મતભેદોને પણ આ વિચારધારાથી ઉકેલી શકાય છે. વિવાદ જન્મે છે એકાન્તવાદમાંથી.'
For Private And Personal Use Only