________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
&
e_*_ }.
પ્રભાતનો પ્રથમ પ્રહર વ્યતીત થયો હતો. સુરસુંદરી પ્રભાતિક કાર્યોથી નિવૃત્ત થઈ, ઉપાશ્રયે જવાની તૈયારી કરવા લાગી. દાસીને મોકલીને રથ તૈયાર કરાવ્યો અને માતાની અનુજ્ઞા લઈ, રથમાં બેસી તે ઉપાશ્રયે પહોંચી. વિધિપૂર્વક તેણે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો.
મર્થીએણ વંદામિ' કહી, મસ્તકે અંજલિ જોડી આચાર્યશ્રીને પ્રણામ કરી, પંચાંગ પ્રણિપાત કરી, વિધિવત્ વંદના કરી. આચાર્યશ્રીની અનુમતિ લઈ, વસ્ત્રાંચલથી ભૂમિનું પ્રમાર્જન કરી વિવેકપૂર્વક બેઠી.
તારી માતાનો સંદેશો મળી ગયો હતો. તું યોગ્ય સમયે આવી છે. હમણાં અમરકુમાર પણ આવવો જોઈએ... તે પણ આ જ સમયે અધ્યયન કરવા આવે
છે.”
સુરસુંદરીની દૃષ્ટિ દ્વાર તરફ ગઈ... અમરકુમારે ઉપાશ્રયમાં ત્યારે જ પ્રવેશ કર્યો અને ગુરુદેવને વંદના કરી. સુરસુંદરીને પ્રણામ કર્યા... સુરસુંદરીએ પ્રણામનો પ્રત્યુત્તર પ્રણામ કરીને આપ્યો. અમરકુમાર પણ સુયોગ્ય જગ્યાએ વિનયપૂર્વક બેસી ગયો.
ગુરુદેવે અમરકુમારને કહ્યું: “અમર, આજે સુરસુંદરી “અનેકાન્તવાદ સમજવાની જિજ્ઞાસાથી આવી છે. જો કે તને તો અનેકાંતવાદનો વિશદ બોધ પ્રાપ્ત થયેલો છે. છતાં તને સાંભળવામાં આનંદ મળશે... અને વિષય વિશેષ સ્પષ્ટ થશે...'
અવશ્ય ગુરુદેવ, આપના મુખે પુનઃ “અનેકાન્તવાદનું વિવેચન સાંભળવામાં મને આનંદ પ્રાપ્ત થશે....” અમરકુમારે સુરસુંદરી સામે જોયું અને બોલ્યો:
ગુરુદેવના મુખે આ વિષયને સાંભળવાનો પણ એક મહામૂલો લહાવો છે સુંદરી!”
‘ગુરુદેવની કૃપાથી હું આ વિષયને સારી રીતે સમજી શકીશ. મને ખૂબ આલ્લાદ થઈ રહ્યો છે.”
બંનેની દૃષ્ટિ આચાર્યદેવ તરફ સ્થિર થઈ. આચાર્યદેવે વિષયનો ધીર ગંભીર વાણીમાં પ્રારંભ કર્યો:
For Private And Personal Use Only