________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય એવું મારું ભાગ્ય ક્યાંથી? એ સાધ્વી બને તો હું રત્નકુણી કહેવાઉં ને!' “તો પછી વધારે અધ્યયન કેમ નથી કરાવવું?'
ક્યાં સુધી ભણાવીશું? હવે તો સાસરે વળાવવી પડશે ને? આપ એને નજરે જુઓ તો..”
એ યોવનમાં છે, જાણું છું. એને યોગ્ય રાજકુમારોની શોધ પણ ચાલુ છે. છતાં આજ સુધીમાં સફળતા મળી નથી. ગમે તેવા રાજકુમાર સાથે સુંદરીને કેમ પરણાવાય? આપણે એને જેવા ઉચ્ચ સંસ્કારો આપ્યા છે, જેવી શ્રેષ્ઠ કળા શીખવી છે, જેનું ઉત્તમ શિક્ષણ આપ્યું છે, તેને અનુરૂપ વર મળવો જોઈએ ને?”
આજે નહીં તો કાલે મળશે. એનું પુણ્ય જ ખેંચી લાવશે સુયોગ્ય વરને!' રાણીએ આશ્વાસનના શબ્દો કહ્યા.
“આ તો આપણું માતા-પિતાનું હૃદય છે એટલે ચિંતા થવી સ્વાભાવિક છે, બાકી તો આ વાતમાં નિર્ણાયક બનતાં હોય છે જીવનમાં પોતાનાં શુભાશુભ કર્મ! એ હું ક્યાં નથી જાણતો દેવી? છતાં આપણું કર્તવ્ય આપણે સંપૂર્ણ કાળજીથી બજાવવું જ જોઈએ.”
મારી આપને એક વિનંતી છે...' કહો!”
એક દિવસ આપ સ્વયં સુરસુંદરીના જ્ઞાનની પરીક્ષા ન લો!' રાણીનો પ્રસ્તાવ સાંભળી રાજા વિચારમાં પડી ગયા. તેમણે રાણી સામે જોયું... કંઈક વિચાર્યું.. ને બોલ્યા:
“પરીક્ષા લઈશ... પણ રાજસભામાં માત્ર એકલી સુરસુંદરીની નહીં, સાથે સાથે શ્રેષ્ઠી ધનાવહના પુત્ર અમરકુમારની પણ પરીક્ષા લઈશ... પંડિતજીની એવી ઇચ્છા છે. મને તેમણે એક દિવસ કહ્યું હતું કે “સુરસુંદરી અને અમરકુમાર મારાં શ્રેષ્ઠ વિદ્યાર્થી છે, તેમની આપ રાજસભામાં પરીક્ષા લો..” તમે આજે ઠીક યાદ કરાવ્યું.”
રાણીનું મન પ્રસન્ન થયું. રાજા પોતાના મનમાં કોઈ સમસ્યાનો ઉકેલ શોધી રહ્યા હતા...
૦ ૦ ૦
For Private And Personal Use Only