________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
‘ભલે હમણાં સાચું ન પડે સ્વપ્ન... આ જીવનમાં ક્યારેક તો સાચું પડવું જોઈએ! સાચું કહું છું મા, ક્યારેક મને સાધ્વીજીનું જીવન ખૂબ આકર્ષે છે. જો કે એ આકર્ષણ ક્ષણજીવી જ હોય છે, છતાં આત્મામાં ઊંડું ઊંડું પણ એક આકર્ષણ રહેવાનું!'
એ તો રહેવું જ જોઈએ. માનવજીવનની સફળતા ચારિત્રધર્મથી જ મળે છે, પરંતુ હજુ તો મારે તને પરણાવવાની છે!”
“જો મા, આપણી વાત કઈ ચાલે છે? એમાં પરણાવવાની વાત ક્યાં આવી ગઈ? હું આ ચાલી...' સુરસુંદરી ઊભી થઈ ગઈ. રતિસુંદરીએ એનો હાથ પકડી પોતાની પડખે બેસાડીને કહ્યું:
બેટી, હવે તું યૌવનમાં છે. હું અને તારા બાપુજી એ જ વિચારીએ છીએ કે તારા માટે સુયોગ્ય વર મળી જાય તો....'
સુરસુંદરી માતાનો હાથ છોડાવીને શયનખંડની બહાર દોડી ગઈ. પોતાના ખંડમાં જઈને બેસી ગઈ. વળી ઊઠીને મા પાસે આવી.
મા, હું કાલે આચાર્યદેવ પાસે જઈશ “અનેકાન્તવાદનું અધ્યયન કરવા...”
જરૂર જજે બેટી, હું આચાર્યદેવને સમાચાર મોકલી દઉં છુંપરંતુ તું સાધ્વીજીને વાત કરી દેજે કે હું પૂજ્ય આચાર્યદેવ પાસે અનેકાન્તવાદ સમજવા જવાની છું.”
એ તો આજે જ હું વાત કરી દઈશ. મારી ગુરુમાતા પણ તારી જેમ જ મને અનુમતિ આપશે...”
સુરસુંદરી ઊઠીને પોતાના શયનખંડમાં ચાલી ગઈ. રતિસુંદરી પોતાના ખંડમાંથી નીકળીને મહારાજાના ખંડ તરફ ચાલી.
મહારાજા રિપુમર્દન તેમના ખંડમાં એકલા જ હતા. રતિસુંદરીએ ખંડમાં પ્રવેશ કર્યો અને મહારાજાની મૌન અનુમતિ લઈ, તેમની પાસે ભદ્રાસન પર બેસી ગઈ.
દેવી, સુંદરીનું ધાર્મિક અધ્યયન કેવું ચાલે છે?” મહારાજાએ સીધી સુરસુંદરીની જ વાત શરૂ કરી.
હું હમણાં એની પાસેથી જ આવું છું! અમે બંને એ જ વાત કરતાં હતાં. થોડા સમયમાં એણે ઘણું સારું તત્ત્વજ્ઞાન મેળવી લીધું છે. હવે વધારે અધ્યયન..”
નથી કરાવવું, એમ ને? કેમ? ભય લાગ્યો? કદાચ સુંદરી દીક્ષા લઈ લે...!” મહારાજા હસી પડ્યા.
For Private And Personal Use Only