________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય હા મા, નવ તત્ત્વો જાણ્યાં, સાત નય જાણ્યાં, ચૌદ ગુણસ્થાનક જાણ્યાં. ધ્યાન અને યોગની પ્રક્રિયાઓ જાણી...”
હવે ક્યો વિષય ચાલે છે?” હવે તો મા, મારે “અનેકાન્તવાદ સમજવો છે.”
બહુ સરસ છે એ વિષય. એક દિવસ પૂજ્ય આચાર્યદેવે પ્રવચનમાં “અનેકાન્તવાદનું એવું વિશદ વિવેચન કર્યું હતું કે હું તો સાંભળીને મુગ્ધ થઈ ગઈ હતી. એ દિવસે તારા પિતાજીની સાથે હું પ્રવચન સાંભળવા ગઈ હતી.'
મા, મારી પણ એવી ઇચ્છા કે, “અનેકાન્તવાદ' હું પૂજ્ય આચાર્યદેવ પાસેથી સમજું. એ વિષયના તેઓ નિષ્ણાત છે.'
એ મહાપુરુષને જો સમય હોય... તો વિનંતી કરજે.... તેઓ તો કૃપાળુ છે. જો કોઈ પ્રતિકૂળતા નહીં હોય તો અવશ્ય તને અનેકાન્તવાદ' સમજાવશે.'
સુરસુંદરી અત્યંત રાજી થઈ ગઈ અને માતાના ગળામાં બે હાથ નાંખી ભેટી પડી. “મા, ભવોભવ તું જ મને મા' મળજે !”
“એટલે મારે ભવોભવ સ્ત્રીનો જ અવતાર લેવાનો, એમ ને?” પ્રેમથી પુત્રીને નવરાવી નાંખતી રતિસુંદરીએ પુત્રીના માથે હળવી ટપલી મારીને કહ્યું:
મારા માટે તો તારે ભવોભવ સ્ત્રીનો અવતાર લેવો પડશે મા!' હા, પણ તારે મારી એક વાત સ્વીકારવી પડશે!” “એક નહીં એકાવન વાત સ્વીકારીશ... બોલ!” તારે ચારિત્રધર્મ અંગીકાર કરવાનો!” “એટલે સાધ્વી બની જવાનું, એમ ને?” “હા!” મને સાધ્વી-જીવન ગમે તો છે હોં!”
હા, પણ હમણાં સાધ્વી બની જવાનું નથી કહેતી! આ તો આવતા ભવમાં જો હું તારી મા હોઉં અને તું મારી પુત્રી હોય તો...!”
મા, હું તો આ ભવમાં પણ સાધ્વી બની જઈશ! મને એક દિવસ એવું સ્વપ્ન પણ આવ્યું હતું.'
એ તો તું સાધ્વીજી પાસે રોજ જાય છે. રોજ સાધ્વીજીનાં દર્શન કરે છે એટલે એવાં સ્વપ્ન આવે. પણ આવાં સ્વપ્ન સાચાં ન પડે!”
For Private And Personal Use Only