________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
તારો આત્મભાવ શાન્ત-પ્રશાન્ત અને નિર્મળ બનતો જાય. એવા મારા આશીર્વાદ છે, વત્સ!”
સુરસુંદરી હર્ષવિભોર થઈ ગઈ. તેણે પુનઃ વંદના કરી અને ઉપાશ્રયમાંથી બહાર નીકળી.
સુરસુંદરી પોતાના મહેલમાં આવી. તેના વિચારો આચાર્યશ્રી કમલસૂરિજીની આસપાસ ઘૂમરાતા હતા. આચાર્યશ્રીની કરુણાભીની આંખો સુધારસ ઝરતી તેમની વાણી.. ભવ્ય અને શીતલ તેમનું વ્યક્તિત્વ.. સુંદરીનો અંતરાત્મા જાણે ઉપશમરસના સરોવરમાં તરવા લાગ્યો!
એ સરોવરના સામે કિનારે જાણે અમરકુમાર ઊભો ઊભો સ્મિત વેરી રહ્યો હતો. એ અમરકુમાર પાસે પહોંચી ગઈ.. “અમર, કેવા અદ્ભુત છે ગુરુદેવ! ન કોઈ સ્વાર્થ, ન કોઈ વિકાર...!” વિચાર નિદ્રામાંથી તે જાગી.
અમરકુમારને ક્યાં અને કેવી રીતે મળવું, તે વિચારવા લાગી, તે ઝરૂખામાં જઈને ઊભી રહી. ઊંચે નીલગગન હતું. રેશમી હવા એના અંગને સ્પર્શી રહી હતી. સામેના આમ્રવૃક્ષ પર કોકિલા ટહુકી ઊઠી. અને સુરસુંદરીના મનમાં એક મીઠો વિચાર ટહુકી ઊઠ્યો!
જ્યારે અમર આચાર્યદેવની પાસે અધ્યયન કરવા જાય છે, ત્યારે જ હું આચાર્યદેવને વંદન કરવા જઈશ, આચાર્યશ્રીના સાંનિધ્યમાં જ હું તત્ત્વચર્ચા છેડી દઈશ!' - તેનો મનમયૂર નાચી ઊઠ્યો.
મહેલના પ્રાંગણમાં એક મોર પણ કલા કરીને નાચવા લાગ્યો હતો. સુંદરી સ્વગત બોલી ઊઠી: “અરે મોર, શું તેં મારા મનના ભાવ જાણી લીધા? નાચ, ખૂબ નાચ!”
સુરસુંદરી રસોઈઘરમાં માતા રતિસુંદરી પાસે પહોંચી. માતાની સાથે બેસીને ભોજન કર્યું. મા-દીકરી ભોજન પતાવીને શયનખંડમાં જઈને બેઠાં.
બેટી, હવે કેટલું અધ્યયન બાકી છે?”
મા, આ અધ્યયન ક્યારેય પૂરું ન થાય! સંપૂર્ણ જીવન વીતી જાય તોયે અધ્યયન પૂરું ન થાય મા!'
‘તારી વાત સાચી છે બેટી, પરંતુ સર્વજ્ઞશાસનના મૂળભૂત સિદ્ધાંતોનું અધ્યયન તો થઈ ગયું હશે!”
For Private And Personal Use Only