________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય હોય? અધ્યયન કરતાં કરતાં પણ કોઈ સરસ તત્ત્વચર્ચા થઈ હોય ત્યારે મનમાં વિચાર આવી જાય કે જઈને અમરને આ તત્ત્વચર્ચા સંભળાવું... એને ખૂબ આનંદ થશે.”
તો પછી મારી હવેલીએ માને મળવાના બહાને આવતી હોય તો?” ‘તારી વાત સાચી, મને પણ એ વિચાર આવેલો પરંતુ માની હાજરીમાં તારી સાથે વાતો કરતાં મને...'
શરમ આવે છે, એમ કહેવું છે ને?' સુંદરીનું મુખ લજ્જાથી લાલ થઈ ગયું. તે મૌન થઈ ગઈ.
અમર, મારે તારી સાથે ઘણી વાતો કરવી છે... મને સાધ્વીજીએ બતાવેલી વાતો તને કહેવી છે... અને તારી પાસેથી પણ એવી વાતો સાંભળવી છે..., જૈન ધર્મનું-સર્વજ્ઞશાસનનું તત્ત્વજ્ઞાન મને ખૂબ ગમી ગયું છે.. અમર, તને પણ આ તત્ત્વજ્ઞાન ખૂબ ગમ્યું હશે!” ‘સર્વજ્ઞ-વીતરાગ તીર્થકરોએ આપેલી અનેકાન્ત દૃષ્ટિ મને ખૂબ ગમી!” મને કર્મવાદ ખૂબ ગમ્યો, અમર!” બંનેનો વાર્તાલાપ અટકી ગયો. અન્ય દર્શનાર્થીઓની અવરજવર શરૂ થઈ ગઈ હતી. અમરકુમાર પગથિયાં ઊતરી ગયો અને સુરસુંદરીએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. આચાર્યશ્રીને વંદના કરી, કુશળતા પૂછી અને વિનયપૂર્વક ઊભી રહી. “સુરસુંદરી, સાધ્વીજી કેવું અધ્યયન કરાવે છે?'
ગુરુદેવ, ખૂબ સુંદર અધ્યયન કરાવે છે એ ગુરુમાતા! મને અતિ આનંદ મળે છે. વિશાળ તત્ત્વબોધ મળે છે.”
તું પુણ્યશાલિની છે. તેને માતા તો ગુરુ મળી જ છે, સાધ્વી પણ એવાં જ ગુરુ મળ્યાં!'
એ આપ પૂજ્યની કૃપાનું ફળ છે ગુરુદેવ!' “વત્સ, એવું જ્ઞાન પ્રાપ્ત કરજે કે ગમે તેવા પ્રતિકૂળ સંયોગોમાં પણ તું સ્વસ્થ રહી શકે, તારી સમતા અખંડ રહી શકે. અનંત વિષમતાઓથી ભરેલા આ સંસારમાં સર્વજ્ઞ-પ્રવચનો જ સાચી શાન્તિ આપી શકે છે.... શાન્ત સુધારસનું પાન કરાવી શકે છે.'
આપનું કથન યથાર્થ છે, ગુરુદેવ!
For Private And Personal Use Only