________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેટલી તમન્નાથી અને તન્મયતાથી સુરસુંદરીએ કલાઓ પ્રાપ્ત કરી હતી. એટલી જ તમન્નાથી અને તન્મયતાથી એણે જૈનધર્મના સિદ્ધાન્તોનું અધ્યયન કર્યું. સાધ્વી સુવ્રતાએ વાત્સલ્યથી તરબોળ હૈયે એને અધ્યયન કરાવ્યું.
વિદ્યાર્થીની નમ્રતા અને વિનય ગુરુના હૃદયમાં વાત્સલ્ય ઉત્પન્ન કરે છે. કરુણાનું ઝરણું જન્માવે છે. ગુરુનું વાત્સલ્ય અને ગુરુની કરુણા વિદ્યાર્થીમાં ઉત્સાહ અને ઉદ્યમ પેદા કરે છે.
અમરકુમારે પણ જૈનાચાર્ય કમલસૂરિજીનાં ચરણોમાં બેસીને અધ્યયન કર્યું. વિનય-નમ્રતા વગેરે ગુણોની સાથે એનામાં તીવ્ર બુદ્ધિ હતી. આત્મવાદનું એણે તલસ્પર્શી અધ્યયન કર્યું. કર્મવાદનું વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું. અનેકાન્તવાદની વ્યાપક વિચારધારાને એણે હૃદયસ્થ કરી.
સુરસુંદરીને સાધ્વીજી સુવ્રતાએ કર્મનો સિદ્ધાન્ત સમજાવીને પંચપરમેષ્ઠિના ધ્યાનની પ્રક્રિયા સમજાવી. અધ્યાત્મયોગની ગહન વાતો બતાવી, સમગ્ર ચૌદ રાજલોકની વ્યવસ્થા બતાવી. મોક્ષમાર્ગની આરાધનાનો ક્રમિક વિકાસક્રમ બતાવ્યો.
એક દિવસ અમરકુમાર આચાર્યશ્રીને વંદના કરી ઉપાશ્રયનાં સોપાન ઊતરી રહ્યો હતો અને સુરસુંદરી આચાર્યશ્રીને વંદન કરવા ઉપાશ્રયનાં સોપાન ચઢી રહી હતી. બંનેની દૃષ્ટિ મળી.
‘ઓહો, સુંદરી!’
‘ઘણા દિવસો પછી મળ્યાં, નહીં?’
‘હા, હવે ક્યાં એક પાઠશાળામાં આપણે અધ્યયન કરીએ છીએ? અધ્યયન કરવાનાં આપણાં સ્થાનો જુદાં થઈ ગયાં... એટલે મળવાનું આવી રીતે અચાનક જ બની જાય!'
‘તારી વાત સાચી છે અમર, પરંતુ...'
‘પરંતુ શું સુંદરી? અધ્યયનમાં તું એટલી લીન થઈ ગઈ હશે કે અમર યાદ પણ નહીં આવતો હોય, ખરું ને?' અમરના મુખ પર સ્મિત ૨મી ગયું. ‘સાચું કહું અમર... એક પણ દિવસ એવો નથી જતો કે તું યાદ ન આવતો
For Private And Personal Use Only