________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
પ્રીત કિયે દુઃખ હોય મધ્યરાત્રિનો સમય થયો... અને આઠ-દસ પુરુષોને વાતો કરતા અમારી ઝૂંપડી તરફ આવતા જોયા. દૂરથી એમનો દેખાવ ડાકુ જેવો લાગતો હતો. અમે તો સહુયે શ્રી નવકારમંત્રના સ્મરણમાં લીન થયાં... ડાકુઓ અમારી ઝૂંપડીની નિકટ આવી ગયા હતા... અમારાં શ્વેત વસ્ત્રો જોઈને એક ડાકુ બોલ્યો:
કોણ છે ઝૂંપડીમાં અમે જવાબ ન આપ્યો. એણે બીજી વાર બૂમ પાડી.... અમે મૌન રહ્યાં. અને ત્રીજી વાર જ્યાં એણે પૂછ્યું... ત્યાં તબડાક... તબડક... ઘોડાઓના ડાબલા સંભળાયા. બીજો ડાકુ બોલ્યો: “અલ્યા ભાગો... ઘોડેસ્વારો આવતા લાગે છે.” અને ડાકુઓ ત્યાંથી ભાગી ગયા.
બે ઘોડેસ્વારો ત્યાં આવ્યા. અમને જોઈને તેઓ ઘોડા પરથી નીચે ઊતર્યા. અમારી પાસે આવીને મસ્તક નમાવીને બોલ્યા :
“આપને શોધતા શોધતા જ અમે અહીં આવ્યા છીએ... આપે જ્યારે વિહાર કર્યો હતો ત્યારે અમે પણ એ ગામથી નીકળ્યા હતા. સામેના ગામે-જ્યાં આપને જવાનું હતું... અમારે પણ ત્યાં જવાનું હતું... અમે ત્યાં પહોંચ્યા... સાંજ પડી ગઈ... આપ ન આવ્યાં... તેથી અમને શંકા પડી કે આપ રસ્તો ભૂલ્યાં હશો.. આ જંગલ ચોર-ડાકુઓથી ભરેલું છે. એટલે આપને શોધતા અહીં આવ્યા...”
આપ કોણ છો?' એમ પૂછ્યું... “આપના સેવક!'એમ કહી, તે બંને ઘોડેસ્વારો ચાલ્યા ગયા...' “ઓહો... આ તો ગજબ સ્વાનુભવ છે! બસ, હવે આજે આપને કષ્ટ નથી આપવું..”
સુરસુંદરીએ વંદના કરી અને પોતાના મહેલે પહોંચી
0
0
0
For Private And Personal Use Only