________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૨૩. આપના જીવનમાં આપે આવો કોઈ પ્રભાવ અનુભવ્યો છે? મને એમ લાગે છે કે આપને કોઈ દિવ્ય અનુભવ થયેલો હોવો જોઈએ. જો મને કહેવામાં...”
તને કહેવામાં વાંધો નથી સુંદરી! સાંભળ, એક અનુભવની વાત કહું છું.” બે વર્ષ પૂર્વે અમે મગધમાં વિચરતાં હતાં. પ્રભાતનો સમય હતો. અમે સહુ આર્યાઓ સાથે જ પદયાત્રા કરતાં હતાં. માર્ગ પહાડી હતો, વિકટ હતો, છતાં એકની પાછળ એક... અમે ચાલ્યાં જતાં હતાં. ત્યાં અચાનક સિંહની ગર્જના સંભળાઈ. અમે સહુ આર્યાઓ ઊભાં રહી ગયાં. અમારી પાસેની જ ટેકરી ઉપર અમે વિકરાળ સિંહને જોયો. મેં સહુ સાધ્વીઓને કહ્યું: “બેસી જાઓ, આંખો બંધ કરીને શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરો.”
હું પણ બેસી ગઈ. શ્રી નવકાર મંત્રના ધ્યાનમાં લીનતા આવી ગઈ. જ્યારે આંખો ખોલી ત્યારે દૂર દૂર ચાલ્યા જતા સિંહને મેં જોયો. મેં સાધ્વીઓને કહ્યું : આંખો ખોલો, ઊભાં થાઓ અને પેલા ચાલ્યા જતા સિંહને જુઓ...” અભુત!' સુરસુંદરી બોલી ઊઠી. તેણે કહ્યું:
આવો બીજો કોઈ અનુભવ? બસ, પછી નહીં પૂછું! બીજો અનુભવ સાંભળીને ચાલી જઈશ!”
સાધ્વીજીના મુખ પર સ્મિત રમી ગયું. રાજકુમારીની નિખાલસ વાત સાંભળીને વાત્સલ્ય ઊભરાયું.
સુંદરી, તારે બીજો સ્વાનુભવ સાંભળવો છે..? સાંભળ-'
એક સમયની વાત છે. અમે માત્ર ચાર સાધ્વી જ એક ગામથી વિહાર કરીને બીજે ગામ જતાં હતાં. માર્ગ ભૂલી ગયાં. ભૂલાં પડ્યાં... સૂર્યાસ્ત થઈ ગયો. જંગલ હતું. જંગલમાં જ રાત પસાર કરવી પડે એવી પરિસ્થિતિ પેદા થઈ. આસપાસ નજર દોડાવી... તો એક ઝૂંપડું દેખાયું. અમે ઝૂંપડા પાસે ગયાં... ખાલી હતું... પણ નહોતી બારી કે નહોતું બારણું! માત્ર છાપરું હતું... અમે ત્યાં જ વિશ્રામ લીધો. આવશ્યક ક્રિયાઓ કરીને અમે બેઠાં.'
આપને ભય ન લાગ્યો?” સુરસુંદરીએ વચ્ચે પ્રશ્ન કર્યો.
ભય? બીજા જીવોને અભય આપનારને ભય ન લાગે સુંદરી! વળી, અમારા હૃદયમાં તો મહામંત્ર નવકાર હતો.. પછી ભય શાનો? આવાં સ્થળોમાં નિદ્રા ન લેવાય. અમે જાગતાં જ રહ્યાં. અને મહામંત્રનું સ્મરણ કરતાં રહ્યાં.”
For Private And Personal Use Only