________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
પ્રીત કિયે દુઃખ હોય હું બચી ગયો અને સુવર્ણ-પુરુષ મને મળી ગયો...' પરંતુ અત્યારે જો હું આ સુવર્ણ-પુરુષને મારે ઘેર લઈ જઈશ તો નવી આપત્તિ આવશે... કારણ કે હું નિધન છું... મારા પર ચોરીનો આરોપ આવશે. માટે હું કાલે મહારાજા પાસે જઈને, સત્ય હકીકત કહી દઈશ. જો મહારાજા અનુમતિ આપશે તો આ સુવ-પુરુષને લઈ જઈશ. અત્યારે તો અહીં જ ખાડો ખોદીને જમીનમાં દાટી દઉં!
આમ વિચારીને શિવકુમારે, મૃતદેહના હાથમાં રહેલી તલવાર લઈને ખાડો ખોદવા માંડ્યો. ખાડામાં સુવર્ણ-પુરુષને દાટી દઈને એ નગરમાં આવ્યો. સવારે ઘરે જઈને, સ્નાનાદિથી પરવારીને રાજમહેલમાં ગયો.
મહારાજા દમિતારીને મળીને, રાત્રિની સમગ્ર ઘટના કહી દીધી. રાજા આશ્ચર્ય પામ્યા. શિવકુમારને સાથે લઈને મહારાજા પોતે સ્મશાનમાં ગયા. શિવકુમારે ખાડો ખોદીને સુવર્ણ-પુરુષને બહાર કાઢ્યો. મહારાજાને શિવકુમારની વાત વિશ્વસનીય લાગી. તેમણે શિવકુમારને કહ્યું:
શિવકુમાર, આ સુવર્ણ-પુરુષ હું તને આપું છું. શ્રી નમસ્કાર મહામંત્રના અચિજ્ય પ્રભાવથી આ સોનું તને મળ્યું છે. પરંતુ હવે તું વ્યસનોને ત્યજી દેજે અને જીવનને ધર્મમય બનાવજે.” | શિવકુમારે પિતૃતુલ્ય રાજા દમિતારીની પ્રેરણાને ઝીલી. સુવર્ણ-પુરુષને પોતાના ઘરે લઈ ગયો. થોડા દિવસમાં તો તે મોટો શ્રીમંત થઈ ગયો.
એક દિવસ સરુનો સંયોગ થઈ ગયો. ગુરુદેવે એને માનવજીવનને સફળ બનાવવાની ધર્મકળા બતાવી. શિવકુમારે બાર વ્રતો સ્વીકાર્યા. સોનાનું દેરાસર બંધાવ્યું અને રત્નની પ્રતિમા બનાવરાવીને પ્રતિષ્ઠિત કરી.
એક દિવસ આ સંસારથી વિરક્ત થઈ તેણે સાધુધર્મ અંગીકાર કર્યો. સંયમધર્મનું સુંદર પાલન કર્યું. કર્મનો નાશ કર્યો. અને એનો આત્મા શુદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ ગયો!
સુરસુંદરી, આ છે શિવકુમારની પ્રાચીન વાર્તા. શ્રી નમસ્કાર મહામંત્રના આવા દિવ્ય પ્રભાવો આજે પણ અનુભવવા મળે છે.
સુરસુંદરી તો કથાનક સાંભળવામાં રસલીન બની ગઈ હતી. જ્યાં સાધ્વીજીએ કહ્યું: “આજે પણ આવા દિવ્ય પ્રભાવો જોવા મળે છે.’ એ સાંભળીને સુરસુંદરીએ પૂછ્યું:
For Private And Personal Use Only