________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
તું આ મડદાના પગની પાનીને મસળ્યા કરજે, ગભરાઈશ નહીં. હું ત્યાં દૂર બેસીને મંત્રજાપ કરીશ. તું અહીંથી ઊભો ન થઈશ.. જો ઊભો થઈશ તો આ મૃતદેહ સજીવન થઈને તને મારી નાંખશે અને ગભરાયા વિના બેસી રહીશ. તો તને ન્યાલ કરી દેશે.”
શિવકુમાર મડદાના પગ પાસે બેસી ગયો અને પગની પાની મસળવા લાગ્યો. અઘોરી ત્યાંથી થોડે દૂર જઈને બેસી ગયો અને મંત્રસાધના કરવા લાગ્યો.
શિવકુમાર વિચારે છે : “અવશ્ય આ અઘોરી મને મારીને પોતાની મંત્રસિદ્ધિ કરવા માંગે છે... મારે અહીંથી ભાગી જવું જોઈએ... પરંતુ ભાણું કેવી રીતે? અઘોરી મને જીવતો ન રહેવા દે.. હવે શું કરું? ખરેખર, મારાં પાપ આ જ ભવમાં ઉદયમાં આવ્યાં. ત્યાં એને એના પિતા યાદ આવી ગયા. પિતાની સ્મૃતિ સાથે જ પિતાએ કહેલી છેલ્લી વાત યાદ આવી ગઈ.. “વત્સ, જ્યારે તું સંકટમાં સપડાય ત્યારે શ્રી પંચપરમેષ્ઠિ નવકાર મંત્રનું સ્મરણ કરજે..” - શિવકુમારે મૃતદેહને છોડી દીધો અને પદ્માસને બેસીને શ્રી નમસ્કાર મંત્રનું સ્મરણ કરવા માંડ્યું.
બીજી બાજુ, અઘોરીની મંત્રસાધનાથી મૃતદેહ સળવળે છે... ઊભો થવા જાય છે... ને પડી જાય છે. ત્રણ વાર ઊભો થવાનો પ્રયત્ન કર્યો. પણ પડી ગયો...
મૃતદેહમાં વેતાલનો પ્રવેશ થઈ ગયો હતો. શિવકુમારનો ઘાત કરવા તેણે પ્રયત્ન કર્યો પરંતુ શિવકુમાર તો નમસ્કાર મંત્રના સ્મરણમાં લીન હતો. નમસ્કાર મંત્રના અચિજ્ય પ્રભાવથી વેતાલ નિષ્ફળ જતો હતો. શિવકુમારના મસ્તકની આસપાસ દિવ્ય આભા-મંડલ રચાઈ ગયું હતું. નમસ્કાર મંત્રના અધિષ્ઠાયક દેવોએ શિવકુમારની આસપાસ રક્ષા-કવચ રચી દીધું હતું.
વેતાલ અઘોરી પર રોષે ભરાયો. તેણે તલવારનો પ્રહાર અઘોરી પર જ કરી દીધો! જેવો પ્રહાર થયો.. અઘોરી નો મૃતદેહ “સુવર્ણ-પુરુષ' થઈ ગયો!
જો એ પ્રહાર શિવકુમાર પર થયો હોત તો શિવકુમારનો મૃતદેહ સુવર્ણપુરુષ થઈ જાત...! અઘોરીને તો સુવર્ણ પુરુષની સિદ્ધિ કરવી હતી! એટલા માટે જ એ શિવકુમારને લઈ આવ્યો હતો.
શિવકુમાર તો સોનાના પુરુષને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. એને સમજાઈ ગયું કે “આ પ્રભાવ શ્રી નવકાર મંત્રનો છે. આ મહામંત્રના પ્રભાવે જ
For Private And Personal Use Only