________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
પ્રીત કિયે દુઃખ હોય ત્યારે એ અઠંગ જુગારી બની ગયો. મદિરાપાન કરવા લાગ્યો. માંસભક્ષણ કરવા લાગ્યો... વેશ્યાગમન કરવા લાગ્યો અને શિકાર પણ કરવા લાગ્યો. પિતા યશોભદ્ર પોતાના પુત્રનાં આ પાપાચરણ જોઈને ખૂબ દુઃખી હતા. પુત્રને ઘણું સમજાવવા છતાં એ પાછો ન વળ્યો. શેઠ કર્મસિદ્ધાંતને જાણતા હતા.... બિચારાને ઘોર પાપકર્મો ઉદયમાં આવ્યાં છે... અને નવાં પાપકર્મ બાંધી રહ્યો છે.. શું થાય? કર્મપરવશ જીવોની આવી જ દશા થાય...' આ રીતે વિચારીને પોતાના મનનું સમાધાન કર્યું.
યશોભદ્ર શેઠનું સ્વાથ્ય બગડ્યું. તેમને પોતાનો અંતકાળ નિકટ ભાસ્યો. શિવકુમારને પોતાની પાસે બોલાવીને, ખૂબ પ્રેમથી કહ્યું: “વત્સ, હવે હું થોડા દિવસનો મહેમાન છું. મારું મૃત્યુ નિકટ છે. હું તને એક છેલ્લી જ શિખામણ આપું છું. જ્યારે તું કોઈ મોટા સંકટમાં સપડાય ત્યારે શ્રી નમસ્કાર મહામંત્રનું એકાગ્ર મનથી સ્મરણ કરજે. બસ, તું મને આટલું વચન આપ...'
શિવકુમારે વચન આપ્યું. યશોભદ્ર શેઠે આંખો બંધ કરી અને સ્વયં શ્રી પરમેષ્ઠિ ભગવંતોના ધ્યાનમાં લીન થયા.
શુભ ભાવોમાં રમતા શેઠ મૃત્યુ પામ્યા. મરીને દેવગતિ પામ્યા. શિવકુમારે પિતાની અઢળક સંપત્તિનો દુર્વ્યય કરવા માંડ્યો. બે વર્ષમાં તો એ રસ્તે રઝળતો ભિખારી થઈ ગયો.
એક દિવસ, નગરની બહાર શિવકુમાર ભટકી રહ્યો હતો ત્યારે એક અઘોરી ભેટી ગયો. અઘોરીએ શિવકુમારને કહ્યું : “તું નિધન થઈ ગયો છે ને?” હા,” ધનવાન બનવું છે?' હા..' તો મારું એક કામ કર. તને વિપુલ સંપત્તિ મળશે.' “આપ કહો તેમ કરીશ.' શિવકુમાર અઘોરીના પગમાં પડી ગયો. ‘તો મારી સાથે ચાલ..અઘોરી શિવકુમારને લઈને સ્મશાનમાં પહોંચ્યો.
કાળી ચૌદશની બિહામણી રાત હતી. શિવકુમાર ભય અને શંકાથી ધ્રુજી રહ્યો હતો. અઘોરી મનુષ્યના એક મૃતદેહને લઈ આવ્યો. એ મૃતદેહના હાથમાં તલવાર મૂકી અને શિવકુમારને કહ્યું:
For Private And Personal Use Only