________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
_સ
#
સાધ્વીજીનાં અમૃત-વચનો સુરસુંદરીના હૃદયમાં ગુંજતાં રહ્યાં. શ્રી નમસ્કાર મહામંત્ર પ્રત્યે એની શ્રદ્ધા ખૂબ દઢ બની. નિઃસ્વાર્થ અને નિઃસ્પૃહ સાધ્વીજીની વાતો તેને પૂર્ણ વિશ્વસનીય લાગી. રાત્રિના સમયે મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં જ એ નિદ્રાધીન થઈ.
પ્રભાતે જ્યારે એ જાગી ત્યારે પ્રફુલ્લિત હતી. એનું હૃદય અવ્યક્ત આનંદનું સંવેદન કરતું હતું. તેને અમરકુમારની સ્મૃતિ થઈ આવી. “જો એ મળે તો તેને હું નમસ્કાર મંત્રના પ્રભાવની વાત કર... એ પણ પ્રતિદિન આ મહામંત્રનું
સ્મરણ કરે.... પરંતુ આજે નહીં, આજે તો હું સાધ્વીજી પાસેથી મહામંત્ર અંગે વિશેષ જાણકારી મેળવીશ... પછી અમરને મળીને વાત કરીશ.'
ભોજનાદિથી નિવૃત્ત થઈ, મધ્યાહ્ન સમયે સુરસુંદરી સાધ્વીજીના ઉપાશ્રય પહોંચી. સાધ્વીજીને વંદના કરી, વિનયપૂર્વક સાધ્વીજી પાસે બેઠી, સાધ્વીજીની કુશળતા પૂછી અને કહ્યું:
ગુરુમાતા, ગઈ કાલે આપે કહેલી વાતોનું મારા મનમાં મંથન ચાલતું રહ્યું! રાત્રે મહામંત્રનું એકાગ્ર ચિત્તે સ્મરણ કરતી કરતી ક્યારે નિદ્રાધીન થઈ ગઈ.. ખબર જ ન પડી! આજે પણ એ જ વિષયમાં મને વિશેષ સમજાવવાની કૃપા
કરો.'
ભાગ્યશાલિની, આજે તને હું એક પ્રાચીન કથાનક કહીશ. આ કથાનક, શ્રી નમસ્કાર મહામંત્રના દિવ્ય પ્રભાવને કહે છે! સાંભળીને તારું મન આસ્લાદિત થઈ જશે.” “ઘણું સરસ! સંભળાવવાની કૃપા કરો.” સાધ્વીજીએ કથાનકનો પ્રારંભ કર્યો.
રત્નપુરી નામનું એક નગર હતું. એ નગરનો રાજા હતો દમિતારી. એ નગરમાં યશોભદ્ર નામના પરમાત્મભક્ત શ્રેષ્ઠી વસતા હતા. પ્રતિદિન, એકાગ્રચિત્તે શ્રી પંચપરમેષ્ઠી નવકાર મહામંત્રનું સ્મરણ કરતા હતા.”
યશોભદ્ર શ્રેષ્ઠીનો એકનો એક પુત્ર હતો શિવકુમાર. તરુણ અવસ્થામાં જ એ ખરાબ મિત્રોની સાથે ફરતો થઈ ગયો હતો. જ્યારે એ યૌવનવયમાં આવ્યો
For Private And Personal Use Only