________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૨૮૩ તારા હૃદયને હું શું નથી જાણતી? પરંતુ એ રાગનાં બંધન તોડવાં પડશે.”
નહીં તૂટી શકે...” ગુણમંજરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સુરસુંદરીએ એને પોતાના ઉત્કંગમાં લઈ લીધી.. એને માથે પોતાના કોમળ કર ફેરવવા લાગી.
તમે બંને મારો... બાળકનો... બધાંનો ત્યાગ કરી જશો?' ગુણમંજરીએ સુરસુંદરીની આંખોમાં પોતાની આંખો પરોવીને પૂછ્યું.
“શું એક દિવસ સ્નેહીજનોનાં સંયોગનો વિયોગ નહીં થાય? મંજરી, સંયોગોમાં જન્મતું સુખ શાશ્વતું નથી. એ સુખ દુઃખનું જ કારણ છે. સંયોગજન્ય સુખમાં રાચનાર જીવ દુઃખોનો ભોગ બને છે. માટે જ્ઞાનદૃષ્ટિથી એ સંયોગમાંથી મુક્ત થવું જોઈએ.'
તો હું પણ મુક્ત થઈશ...”
પુત્રની જવાબદારી છે ને! તું પુત્રનું પાલન કર. એ મોટો થાય. તારા ઉત્તમ સંસ્કાર એને મળે એ સુયોગ્ય રાજા બને.. પછી તે પણ ચારિત્રધર્મ અંગીકાર કરજે. પ્રજાને સારો સંસ્કારી રાજા આપવો, એ પણ વિશેષ કર્તવ્ય છે...”
તો ત્યાં સુધી તમે પણ રોકાઈ જાઓ. સંસારમાં રહીને તમારે જેટલી ધર્મ આરાધના કરવી હોય તેટલી કરજો..... હું તમને નહીં રોકું...'
મંજરી, ગુરુદેવે અમારો પૂર્વભવ કહ્યો... અમને બંનેને જાતિસ્મરણ જ્ઞાન થયું.. અમે અમારો પૂર્વભવ સ્વયં જોયો... જાણ્યો... ને અમારા હૃદય ધ્રુજી ગયાં છે... સંસારમાં રહેવું. થોડા દિવસ રહેવું... એ પણ દુઃખરૂ૫ બની ગયું છે.. કદાચ તું ખૂબ આગ્રહ કરીશ... નહીં જ માને તો અમે સંસારમાં રોકાઈ જઈશું. પરંતુ અમારું હૃદય.' સુરસુંદરી બોલતાં બોલતાં રડી પડી. ગુણમંજરી સુરસુંદરીને વેલની જેમ વીંટળાઈ ગઈ...
ના, ના, તમે રડો નહીં. હું તમને દુઃખી નહીં કરું... તમારા માર્ગમાં વિઘ્ન નહીં બનું...” ગુણમંજરીએ સુરસુંદરીનાં આંસુ લૂછયાં.
“મંજરી!' અમરકુમારે મૌન તોડ્યું. ગુણમંજરીએ અમરકુમાર સામે જોયું. અમરકુમારે કહ્યું : ‘તું એમ તો નહીં સમજે ને કે મેં તારી સાથે વિશ્વાસઘાત કર્યો?'
ના, ના, એવો વિચાર પણ મને ન આવે નાથ! પરંતુ તમારા વિનાનું જીવન જીવન નહીં રહે... માત્ર શ્વાસોચ્છવાસનું યંત્ર બની રહેશે. તમારી સ્મૃતિઓ કાળજાને કારમા ઘા કરશે... કેમ જીવાશે એ ઘા! તમારા વિરહની વ્યથા.. વેદના.... નહીં સહેવાય મારાથી.”
For Private And Personal Use Only