________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
પ્રીત કિયે દુઃખ હોય નથી?' ગુણમંજરી સુરસુંદરીના પડખામાં ભરાઈ ગઈ. સુરસુંદરીએ ગુણમંજરીના નિર્દોષ... સરલ મુખ સામે જોયું. તેની ભોળી આંખોમાં જોયું. તેણે કહ્યું :
મંજરી, પુત્રને માતાજીને સોંપીને આવ... મારે તારી સાથે વાતો કરવી છે..” ગુણમંજરી પુત્રને ધનવતી પાસે મૂકી આવી.
મંજરી, પુત્ર મારો જ છે, હું તેની બીજી મા છું. પરંતુ તારા અહીંથી ગયા પછી એક નવી જ પરિસ્થિતિ સર્જાઈ છે...'
શું થયું?” ગુણમંજરીનું મન ભયાક્રાંત બન્યું. “એક જ્ઞાની ગુરુદેવનો પરિચય થયો...” “તે તો સારું થયું...” ‘તેમને મારા પિતાજીએ મારો પૂર્વભવ પૂછયો.... ગુરુદેવે અમારા બંનેના પૂર્વભવનો વૃત્તાંત કહ્યો.'
શું કહ્યું ગુરુદેવે?' સુરસુંદરીએ પોતાનો અને અમરકુમારનો પૂર્વભવ કહી બતાવ્યો. ગુણમંજરી રસપૂર્વક સાંભળતી રહી.
આ પૂર્વભવ જાણ્યા પછી અમારા બંનેનાં હૃદયમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રગટ્યો છે... અને અમે બંને સંસારત્યાગ કરી ચારિત્રના માર્ગે જવા તત્પર બન્યાં છીએ... બસ, તારી જ પ્રતીક્ષા હતી... તું આવી જાય. તને બધી વાત કરીને અમે..”
“ના, ના, એ નહીં બને...' ગુણમંજરી અત્યંત વિહ્વળ બની ગઈ. તેની આંખો વરસવા લાગી. તેણે પોતાનું મુખ સુરસુંદરીના ખોળામાં છુપાવી દીધું.
સુરસુંદરીએ અમરકુમાર સામે જોયું. અમરકુમારની આંખો બંધ હતી. તે ઊંડા ચિંતનમાં ડૂબી ગયો હતો. તેના મુખ પર સ્વસ્થતા હતી, તેજ હતું.
“તો હું પણ તમારી સાથે ચારિત્ર લઈશ.” ગુણમંજરી બોલી, સુરસુંદરીએ પોતાના ઉત્તરીય વસ્ત્રથી એની આંખો લૂછી અને કહ્યું:
જો આ પુત્રની જવાબદારી ન હોત તો આપણે ત્રણેય સાથે જ ચારિત્રધર્મ અંગીકાર કરત... પણ આ પુત્રના લાલન-પાલનની જવાબદારી તારે વહન કરવાની છે.'
“ના, એ મારાથી નહીં બને... હું પુત્ર વિના રહી શકશે. પરંતુ તમારા બે વિના હું જીવી નહીં શકું...”
For Private And Personal Use Only