________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
89
મૃત્યુંજય ગુણમંજરીને લઈને આવી ગયો હતો. ધનાવહ શ્રેષ્ઠીની હવેલીમાં આનંદ છવાઈ ગયો હતો.
ગુણમંજરી દેવકુમાર જેવા પુત્રને લઈને આવી હતી. ધનવતીએ તો ગુણમંજરીના આગમન સાથે જ પૌત્રને પોતાની પાસે લઈ લીધો હતો.
અમરકુમાર અને સુરસુંદરી રથમાંથી ઊતરીને હવેલીમાં પ્રવેશ્યાં, ત્યાં જ ગુણમંજરીએ સસ્મિત સ્વાગત કર્યું. સુરસુંદરી ગુણામંજરીને ભેટી પડી. ત્યાં તો ધનવતી પૌત્રને લઈને આવી પહોંચી. સુરસુંદરીએ તેને પોતાના ઉત્સંગમાં લઈ લીધો અને ખૂબ સ્નેહ વરસાવ્યો.
બંને પત્નીઓ સાથે અમરકુમાર પોતાના ખંડમાં આવ્યો. અમરકુમારે ગુણમંજરીને કુશળપૃચ્છા કરી. બેનાતટનગરના સમાચાર પૂછ્યા. પુત્રને પોતાના ખોળામાં લીધો. ધારીધારીને જોયો! સુરસુંદરી બોલી:
“નાથ, બાળકમાં તમારી જ આકૃતિ સંક્રમિત થઈ છે! એના મુખ પર પુણ્ય તપે છે!'
કોઈ જીવાત્મા અનંત પુણય લઈને અહીં જન્મ પામ્યો છે... આમેય માનવ ભવ અનન્ત પુણ્યના ઉદય વિના નથી મળતો ને? આર્યદેશ, ઉત્તમ કુળ... આ બધું પુણ્યના ઉદયથી જ મળે છે.”
“અરે, આ પુત્રને તો ઉત્તમ સંસ્કારો મળશે..! ગુણમંજરી સંસ્કારો આપવામાં રાય કચાશ નહીં રાખે!'
ના રે, હું તો માત્ર એને સ્તનપાન કરાવીશ.. બાકી એ રહેશે તમારી પાસે... તમારા ખોળે! એને સંસ્કારો તમારે જ આપવાના છે. એનું પાલન પણ તમારે જ કરવાનું છે...' ગુણમંજરીએ કહ્યું.
સુરસુંદરીએ અમરકુમાર સામે જોયું... બંનેના મુખ પર સ્મિત રમી ગયું. સુરસુંદરી મૌન રહી. તેણે આંખો બંધ કરી.... ગુણમંજરી વિચારમાં પડી ગઈ. તે બોલી:
કેમ તમે મૌન થઈ ગયાં? આ પુત્ર તમારો જ છે... શું તમે એની માતા
For Private And Personal Use Only