________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૯
પ્રીત કિયે દુઃખ હોય
મેં મૃત્યુંજયને બેનાતટે મોકલ્યો જ છે. બે-ચાર દિવસમાં ગુણમંજરીને લઈ તે આવી જવો જ જોઈએ.”
તો તો ઘણું સારું! બે-ચાર દિવસમાં આપણે આપણાં વડીલોની અનુમતિ મેળવી લેવી જોઈએ..”
એમાં તો વાર નહીં લાગે...”
ઘણી વાર લાગશે મારા નાથ! રાગનાં બંધન આપણે તોડ્યાં. એમણે ક્યાં તોડ્યાં છે? મારાં માતા-પિતાનો અને આપનાં માતા-પિતાનો આપણા પર કેવો અવિહડ રાગ છે, તે શું આપણે નથી જાણતાં? જોયું નહીં..? આપણે સંયમમાર્ગે જવાની વાત કરી ગુરુદેવને, એ જ વખતે એ સહુની આંખો આંસુઓથી છલકાઈ ગઈ હતી..” પણ, શું એમની અનુમતિ લેવી જરૂરી છે?”
અવશ્ય, એમના ઉપકારોને તો દીક્ષા લીધા પછી પણ ભૂલવાના નથી! આપણને ઉચ્ચતમ્ સંસ્કારો આપવાનો મહાન ઉપકાર તેમણે કરેલો છે. એ ઉપકારનો બદલો વાળી શકાય એમ નથી..”
પણ માની લો કે તેઓ આપણને અનુમતિ ન આપે તો?” “અવશ્ય આપશે! આપણાં હૃદયને શું ક્યારે પણ એ પૂજ્યોએ દુભવ્યું છે ખરું? સ્વયં દુઃખ સહન કરીને આપણને પરદેશ જવાની અનુમતિ આપી હતી કે નહીં? તેમ, તેઓ આપણી તીવ્ર ઇચ્છા જોઈએ, આપણા સુખ માટે... અવશ્ય અનુમતિ આપશે...'
ગુણમંજરી સંમત નહીં થાય તો?”
હું એને સંમત કરી લઈશ.. હા, આપણી સંસારત્યાગની વાત સાંભળીને જ તે મૂચ્છિત થઈ જશે... કરુણ કલ્પાંત કરશે.. પરંતુ છેવટે તે પણ સંમત થઈ જશે... એને એ વાતનું દુઃખ રહેશે કે એ આપણી સાથે ચારિત્ર નહીં સ્વીકારી શકે. પુત્રપાલનની મોટી જવાબદારી એના માથે આવી છે. વળી, એ પુત્ર તો ચંપાનો ભાવિ રાજા છે...!” ‘જો એ શીધ્ર આવી જાય તો સારું...”
એ ના આવે ત્યાં સુધીમાં આપણે વડીલોની અનુમતિ મેળવી લઈએ, આપ આપનાં માતા-પિતાની અનુમતિ પ્રાપ્ત કરો. હું મારાં માતા-પિતાને સમજાવું! જો કે મને તો આપની અનુમતિ મળી ગઈ છે... એટલે બીજા કોઈની અનુમતિની
For Private And Personal Use Only