________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૨૭૭
મુનિરાજની કરુણાભરી વાણી સાંભળીને રાજા-રાણી બંનેનાં હૃદય પ્રફુલ્લિત થઈ ગયાં. રાજાએ કહ્યું:
‘ગુરુદેવ, અમારા અપરાધ માફ કરો... અને અહીં જંગલમાં જ મારો પડાવ છે, ત્યાં પધારીને ભિક્ષા ગ્રહણ કરો.’
રાણીએ મુનિરાજની પાસે રજોહરણ અને મુહપત્તિ મૂકી દીધાં હતાં. મુનિરાજે રાજા-રાણી સાથે એમના પડાવમાં જઈને ભિક્ષા ગ્રહણ કરી. રાણી રેવતીએ ખૂબ જ ઉલ્લાસથી ભિક્ષા આપી... એના એ વખતના ઉત્કૃષ્ટ શુભ ભાવ હોવાથી અનન્ત પુણ્યકર્મ ઉપાર્જિત કર્યું.
રાજા-રાણી નગરમાં આવ્યાં. મુનિરાજના ઉપદેશને સંભાળીને બંને ચતુર્વિધ ધર્મનું પાલન કરવા લાગ્યાં... પરંતુ રાણીએ પોતે કરેલી મુનિ-આશાતનાનું પ્રાયશ્ચિત ન કર્યું.
બંનેનું આયુષ્ય પૂર્ણ થયું. દેવલોકમાં દેવ-દેવી થયાં.
દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયું. આ ચંપાનગરીમાં અમરકુમાર અને સુરસુંદરી થયાં!
‘હે રાજન, રેવતીનો જીવ તે તમારી પુત્રી સુરસુંદરી છે! બાર ઘડી સુધી મુનિને રંજાડ્યા હતા, તેના પરિણામે આ ભવમાં બાર વરસ સુધી પતિનો વિયોગ થયો.
મુનિરાજનાં મેલાં વસ્ત્રો જોઈ, તેમની ઘૃણા કરી હતી માટે મગરમચ્છના પેટમાં થોડો સમય રહેવું પડ્યું.
મુનિરાજને ખૂબ ઉલ્લાસથી ભિક્ષા આપી હતી, તેના પરિણામે તેને ચાર વિદ્યાઓ મળી અને રાજ્ય મળ્યું!
શ્રી નવકારમંત્રના પ્રભાવે અને શીયળ-વ્રતના પ્રતાપે જગતમાં તેનો યશ વિસ્તાર પામ્યો અને દિવ્ય સુખો પ્રાપ્ત થયાં!'
મહામુનિએ પૂર્વજન્મની કથા પૂર્ણ કરી...
અમરકુમાર અને સુરસુંદરીને એ કથાનાં દશ્યો માનસપટલ પર પ્રત્યક્ષ થયાં... બંનેને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. પૂર્વજન્મની જે જે વાતો ગુરુદેવે કહી, તે તેમના સ્મૃતિપથમાં આવી ગઈ...
બંનેની આંખો હર્ષનાં આંસુથી ઊભરાઈ ગઈ. સુરસુંદરીએ ગુરુદેવને વંદના કરી કહ્યું: ‘હે ગુરુદેવ, આપે અમારા પૂર્વજન્મની જે વાતો કહી, તે તદ્દન સાચી કહી. જાતિસ્મરણ જ્ઞાનથી મેં પણ એ વાતોને જાણી...!'
For Private And Personal Use Only