________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય નાથ, આપની વાત સાચી છે. મુનિ એકાગ્રચિત્તે ધ્યાન કરી રહ્યા છે... પરંતુ તેમને વિચલિત કરવાનું કામ અમારા માટે સહેલું હોય છે! રૂપવતી સ્ત્રી જોઈને ભલભલા મુનિઓ... યોગીઓ... ચંચળ બની ગયા છે!”
‘દેવી, ચંચળ બની જનારા એ યોગીઓ બીજા, આ મહામુનિ તો સ્વર્ગમાંથી રંભા ઊતરી આવે તો પણ ચલિત ન થાય.'
રવર્ગની રંભાની જરૂર નથી, પૃથ્વી પરની રંભા પણ એમને ચલિત કરી શકે છે. હું હમણાં જ એમને વિચલિત કરી દઉં છું!' ‘દેવી, યોગીનાં પારખાં કરવાં રહેવા દો. એમાં કોઈ સાર ન નીકળે...'
હું હમણાં જ સાર બતાવું છું!” રેવતીએ મુનિની સામે ગીત અને નૃત્ય આરંભ્ય. મુનિની સાવ નિકટ જઈને કટાક્ષો ફેંકવા લાગી... કામવાસનાને ઉત્તેજનારા હાવભાવ કરવા લાગી... આમ અનુકૂળ ઉપસર્ગ કરતી રહી. બે ઘડી, ચાર ઘડી. છ ઘડી વીતી ગઈ... છતાં મુનિરાજ વિચલિત ન થયા.
રેવતીએ મુનિરાજના હાથમાંથી રજોહરણ લઈ લીધું. મહપત્તિ લઈ લીધી.. અને મુનિરાજની ધૃણા કરવા લાગી.... ફિટકાર આપવા લાગી... બીજી છ ઘડી વીતી ગઈ... બારબાર ઘડી [લગભગ પાંચ કલાક) સુધી મુનિને પજવવા છતાં મુનિ નિશ્ચલ રહ્યા ત્યારે રાજાએ કહ્યું:
રેવતી, હવે બસ કર. આ જેવા તેવા મુનિ નથી.... આત્મધ્યાની, અપૂર્વ સત્ત્વને ધારણ કરનારા યોગીપુરુષ છે.”
રેવતી થાકી ગઈ હતી. પોતાના પરાજયથી તે લજ્જિત થઈ ગઈ. ત્યાં મહામુનિએ પોતાનું ધ્યાન પૂર્ણ કર્યું. રાજાએ ભાવપૂર્વક વંદના કરી અને મુનિચરણોમાં બેસી ગયો. રેવતી પણ રાજાની પાસે ચૂપચાપ બેસી ગઈ. મુનિરાજ વિશિષ્ટ જ્ઞાની હતા. તેમણે રાજા-રાણીનાં ઉત્તમ આત્મદ્રવ્યને જ્ઞાનદષ્ટિથી જોયાં. તેમને નહોતો કોઈ દ્વેષ કે નહોતો કોઈ અણગમો. સમતાના સાગર એવા મહામુનિએ રાજા-રાણીને ધર્મોપદેશ આપ્યો:
“હે રાજન, આ માનવજીવનને સફળ બનાવવા ચતુર્વિધ ધર્મનું આચરણ કરવું જોઈએ. સુપાત્રને દાન દેવું જોઈએ. શીલધર્મનું પાલન કરવું જોઈએ. વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરવી જોઈએ અને શુભ ભાવનાઓ ભાવવી જોઈએ. આ ચતુર્વિધ ધર્મની આરાધના કરતાં કરતાં તમને સમ્યગુદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યફચારિત્રની પ્રાપ્તિ થશે...”
For Private And Personal Use Only