________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5
x
e
p
.
મહારાજા રિપુમદનના પ્રશ્ન સહુનાં મન ઉત્તેજિત કરી દીધાં. અમરકુમાર અને સુરસુંદરી તો અત્યંત ઉત્કંઠિત થઈ ગયાં. મહામુનિ શ્રી જ્ઞાનધરે આંખો બંધ કરી. અવધિજ્ઞાનના આલોકમાં સુરસુંદરીના ભૂતકાલીન પર્યાયોને જોયા.... આંખો ખોલી અને રહસ્યને પ્રગટ કરતાં કહ્યું:
રાજનું, સંસારમાં પરિભ્રમણ કરતા જીવો રાગદ્વેષ અને મોહને આધીન બનીને પાપ આચરે છે. તેથી પાપકર્મ બાંધે છે. એ પાપકર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જીવને દુઃખી કરે છે. સુરસુંદરીએ પૂર્વજન્મમાં એવાં પાપકર્મ બાંધ્યાં હતાં.
સુદર્શન નામનું નગર હતું. તે નગરના રાજાનું નામ સુરરાજ હતું અને રાણીનું નામ રેવતી હતું. રાજા-રાણીનો પરસ્પર અપાર પ્રેમ હતો. બન્ને એકબીજા પ્રત્યે પૂર્ણ સમર્પિત હતાં. દેવલોકના ઇન્દ્ર-ઇન્દ્રાણી જેવું સુખ આ બંને ભોગવતાં હતાં.
એક દિવસની વાત છે. રાજા-રાણી નોકર-ચાકરો અને થોડાક સૈનિકો સાથે એક સુંદર વનમાં ક્રિડા કરવા ગયાં. એક રમણીય વનપ્રદેશમાં પડાવ નાંખ્યો. નોકર-ચાકરો ભોજનાદિના કાર્યમાં પ્રવૃત્ત થયા. સુભટો યોગ્ય સ્થળે સુરક્ષા માટે ગોઠવાઈ ગયા. અને રાજા-રાણી વનમાં ભ્રમણ કરવા થોડે દૂર ગયાં. | એક ઘટાદાર વૃક્ષની છાયામાં એક મુનિરાજને ધ્યાનસ્થ દશામાં ઊભેલા જોયા. મુનિ યુવાન વયના હતા. તેમના મુખ પર તપશ્ચર્યાનું તેજ હતું... પરંતુ દેહ પર વસ્ત્રો મલિન હતા. રાજા સુરરાજે મુનિરાજને જોઈ મસ્તકે અંજલિ જોડી વંદના કરી અને રાણી રેવતીને કહ્યું:
પ્રિયે, ધન્ય છે આ મહામુનિને! યૌવનમાં મહાવ્રતોનું પાલન કરનાર મહામુનિને ભાવપૂર્વક વંદન કરો. કેવી પ્રશાંત મુદ્રા છે! એકાગ્રચિત્તે કેવું ધ્યાન કરી રહ્યા છે! આજનો આપણો દિવસ સફળ બની ગયો.. આ મહામુનિનાં દર્શન કરીને...”
For Private And Personal Use Only