________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
પ્રીત કિયે દુઃખ હોય બનાવે છે. મોહાંધ બનેલો જીવ અનેક અકાર્યો કરે છે. અનંત પાપકર્મો બાંધીને નરકાદિ દુર્ગતિઓમાં ચાલ્યો જાય છે...'
મહામુનિની ધર્મદેશના પુષ્પરાવર્ત મેઘની જેમ વરસે જાય છે. શ્રોતાઓ રસતરબોળ બનીને શ્રવણ કરતા જાય છે.... અમરકુમાર અને સુરસુંદરીનાં હૃદય ગળદુ બની જાય છે. તેમના અંતઃકરણમાં રહેલી વૈરાગ્યભાવના પ્રબળ બની જાય છે.
દેશના પૂર્ણ થાય છે. મહારાજા રિપુમર્દન ઊભા થઈ, વિનયપૂર્વક પ્રશ્ન પૂછે છે: “હે ગુરુદેવ, મારી પુત્રી સુરસુંદરીએ પૂર્વજન્મમાં એવા કેવા કર્મ બાંધેલાં હતાં કે જેના પરિણામે આ ભવમાં એને બાર વર્ષ પતિવિરહ પડ્યો... અને અનેક દુઃખો સહવાં પડ્યાં?”
૦
૦
૦
For Private And Personal Use Only